________________
અવિનય જ એનું સત્યાનાશ કાઢી નાંખશે. જેમ વાંસનું ફળ વાંસના જ વિનાશ માટે થાય છે તેમ શિષ્યનો અવિનય શિષ્યને જ નુકસાનકારી બને.
(२६) जे आवि मंदित्ति गुरुं विइत्ता डहरे इमे अप्पसुअत्ति नच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा करंति आसायण ते गुरूणं ।। અર્થ : : ‘મારા ગુરુ તો મંદ છે, મારા ગુરુ તો ઉંમરમાં ય નાના છે, મારા ગુરુ કંઈ વધુ ભણ્યા નથી.' આવા વિચારો કરીને જે મૂર્ખ શિષ્યો ગુરુની હીલના કરે છે તેઓ તો મિથ્યાત્વને પામે છે. આ શિષ્યો ગુરુની ઘોર આશાતના કરનારા છે.
(२७) जे आवि नागं डहरं ति नच्चा आसायए से अहिआय होइ । एवायरिअं पि हु हीलयंतो निअच्छई जाइपहं खु मंदो ||
અર્થ : ‘આ સાપ તો ઘણો નાનો છે, એ મને શું કરવાનો છે ?' એ રીતે વિચારી જેઓ નાનકડા ઝેરી સાપને છંછેડે છે તેઓ મોતને ભેટે છે. એમ મંદ, અજ્ઞાની, નાના એવા પણ ગુરુની આશાતના કરતો મૂર્ખ શિષ્ય સંસારમાં ભટકે છે.
(२८) आसीविसो वा वि परं सुरुट्ठो किं जीवनासाउ परं नु कुज्जा । आयरिअपाया पुण अप्पसन्ना अबोहि- आसायण नत्थि मुक्खो ||
અર્થ : ગુસ્સે થયેલો એવો પણ સર્પ વધુમાં વધુ તો એક ભવનું જ મરણ આપશે ને ? એનાથી વધારે તો એ શું અહિત કરી શકે ? પણ શિષ્યના વિચિત્ર વર્તનને લીધે ગુરુ જો અપ્રસન્ન બને તો એ ગુરુની ‘હાય’ શિષ્યને દુર્લભબોધિ બનાવે. એ શિષ્ય ભવોભવ માટે જિનધર્મ ગુમાવે. અને આ આશાતનાના કારણે શિષ્યનો મોક્ષ ન
થાય.
(२९) जो पावगं जलिअमवक्कमिज्जा आसीविसं वा वि हु कोवइज्जा । जो वा विसं खायइ जीविअट्ठी एसोवमाऽऽ सायणया गुरूणं ।। અર્થ : ગુરુની આશાતના એટલે ભડભડતી આગમાંથી પસાર થવું. ગુરુની આશાતના એટલે ઝેરી સાપને છંછેડવો. ગુરુની આશાતના એટલે
++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++++++++++++++++++++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷†††††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૨૧