SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યજ્ઞાનના પ્રકાશના સહસ્રકિરણોને વિશ્વમાં પ્રસરાવતાં ગુરુદેવ એ જ સાચા સૂર્યશા નથી? જો સદ્ગુરુ-સૂર્ય પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય. (૮) સજ્ઞાનમાનાં વિનિપાતુશ્મનોતિ યો મોદમાન્યુ: हस्ते गृहीत्वा विनिवार्य तस्माज्जनं नयत्यध्वनि धर्मबन्धुः ।। ५३ ।। અર્થ : અહો ! વંદન હો તે ધર્મબન્ધ ગુરુદેવોને ! પેલો જાલીમ મોહકૂવો; ઉપરથી જાણે કે ડાળાં-ઝાંખડાએ ઢંકાએલો એકદમ ગુપ્ત, અજ્ઞાની જીવોના વિનિપાત માટે તો સાક્ષાત યમરાજના સહોદર જેવો. જો આ જગતમાં ધર્મગુર ન હોત તો કોણ વહાલી “મા” બનીને કુવે પડતાં અજ્ઞાની બાળને હાથ ઝાલીને ત્યાંથી પાછો લાવત અને સન્માર્ગે ચડાવત? () રૂાં સમૃદ્ધિઃ સત્તા સમથિકમાવનગ્નેતિ નિનામઃ | अत्रैव कार्यः सुदृढप्रयत्नो वैराग्यसर्वस्वमिदं विदन्ति ।।१२४ ।। અર્થ : શ્રી જિનાગમોના જાણકાર ભગવંતો કહે છે કે આવી તીર્થકરત્વની સઘળી અતિશયસમૃદ્ધિ સમાધિના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે માટે વૈરાગ્યભાવના સર્વસ્વસમા સમાધિભાવને પામવા માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ કરી છૂટવો જોઈએ. अनल्पसङ्कल्पविकल्पलोलकल्लोलमालाकुलितस्य जन्तोः । ऐकान्तिकः कोऽपि विना समाधिस्तैमित्यमन्यो न हि तस्य हेतुः ।। १२७।। અર્થ: રે ભવ્યાત્માઓ ! અમે જાણીએ છીએ કે સંસારના અકથ્ય ભારથી કચડાયેલા તમારું ચિત્ત અગણિત સંકલ્પ-વિકલ્પોના ચંચળ તરંગોથી આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. પણ તે ચિત્તની સાચી શાન્તિનો ઉપાય એક જ છે. એ ઉપાયના સેવનથી ચિત્તશાન્તિ અચૂક પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શંકા નૈથી. એ ઉપાય છે, અડોલ સમાધિભાવને તમે સિદ્ધ કરો. સમાધિ એટલે સમાધાન, ચિત્તનું સમાધાન. સુખ અને દુઃખે-કોઈપણ પ્રસંગે ચિત્તનું સમાધાન કરતાં રહો. = (૧૦) ૬૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy