________________
૨૦. સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છોડવી જોઈએ. ૨૧. ઓછું, સાદું અને વૃત્તિસંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવના આવે
છે. ૨૨. કોઈપણ સાધુ કામ બતાવે તો હર્ષપૂર્વક તે કામ કરવા તૈયાર થવું
જોઈએ. ૨૩. સંયમના ઉપકરણો સિવાયની ચીજોનો ઉપયોગ સાધુ માટે અનિષ્ટ છે. ૨૪. “સારી વસ્તુ બીજાઓને ભલે મળો! મારે ગમે તે વસ્તુથી ચાલશે આવી
ભાવના હૈયામાં નિરંતર રાખવી. ૨૫. વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે આ ગોચરી-પાણી
વાપરું ? ૨૬. બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચખાણ સાધુ માટે
ઉચિત નથી. ૨૭. સવારમાં ઊઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ અને
ગુરમહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણનો ભાવ
કેળવવો જોઈએ. ૨૮. સવારમાં દશ વાગ્યા સુધી કંઈપણ નવું આગમિક, પ્રાકરણિક કે
સૈદ્ધાન્તિક ગોખવું જોઈએ. ૨૯. સ્તવન, સઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગોખાય. ૩૦. ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય
૩૧. સવારે રાઈ પ્રતિક્રમણ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું પણ
ચાર વાગ્યે ઊઠી તો જવું અને ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ચૈત્યવંદન અને ભરખેસરની સઝાય સુધી કરી મંદ સ્વરે સ્વાધ્યાય
અથવા વિવિધ કાઉસ્સગ્ન કરવા. ૩૨. સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શોભે નહિ. ૩૩. સંયમના ઉપકરણો, ભણવાના પુસ્તકો આદિ સાચવીને વ્યવસ્થિત
રાખવા જોઈએ. ૩૪. સારા કપડાં કે સારું વાપરવાનું મળે તેવો વિચાર પણ ન આવવા દેવો.
૧૩૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨