________________
ધર્મધ્યાનમાં જલ્દી વળી શકે છે. ૫૮. સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરવો. ૫૯. સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયોચિત, નિરવદ્ય અને પ્રભુની
આજ્ઞાનુસારી હોવી જોઈએ. ૬૦. ગુરુમહારાજનો ઠપકો મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠો લાગવો જોઈએ. ૬૧. સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રોગી બનતો નથી. ૬૨. બ્રહ્મચર્ય-મંગથી બાકીના ચાર મહાવ્રતોનો પણ ભંગ થઈ જાય છે. ૬૩. સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય, આ લોક કરતાં
પરલોકની ચિંતા વધુ હોય છે. ૬૪. સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ-વિદ્યા કરી પોતાને હોશિયાર
માને તે સાધુ ન કહેવાય. ૬૫. દરેક ધર્મક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે અહો
નિષ્કારણ કરુણાલુ પરમાત્માએ ભવોદધિતારક કેવી સરસ ક્રિયાઓ
નિર્દેશી છે ? ૬૬. સવારમાં રોજ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે “હું સાધુ છું ! મારે
પાંચ મહાવ્રતો પાળવાના છે! મારું કર્તવ્ય હું શું નથી કરતો? મેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ ?”
આદિ.
૬૭. ગુરુમહારાજની ઈચ્છાને અનુકૂળ રહેવું તે સંયમીનું પ્રધાન કર્તવ્ય છે. ૬૮. ગુરુમહારાજની કોઈપણ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના
ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરવો. ૬૯. પોતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ
જાળવી શકતો નથી. ૭૦. “મને આમ લાગે છે માટે હું તો આમ જ કરીશ' એવો કદાગ્રહ ન
રાખતાં પૂ. ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ
રાખવો. ૭૧. સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈનો વપરાશ, શરીરની
શોભા-ટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે.
૧૪૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨