________________
૩૩. આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈ ન જવું તેમજ નિંદા સાંભળી
ક્રોધ ન કરવો. ૩૪. “આત્મામાં અનંત શક્તિ છે એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી
સંયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વિર્યોત્સાહપૂર્વક આગળ
વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫. સંયમાનુકૂલ કોઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું. કદાચ
પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તો પણ વિચારોથી કાયર કદી
ન બનવું. ૩૬. આંખ, કાન, જીભ વગેરે ઈન્દ્રિયો ડાકૂ છે. તે આત્માનું બધું પુણ્યધન
લૂંટી લે છે, માટે ઈન્દ્રિયો કહે તેમ ન કરવું પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ
કરવું. ૩૭. મધુર ખાવાની સારી ચીજો કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે,
તેનાથી આત્માને અનંત જન્મ-મરણ કરવા પડે છે માટે ઈન્દ્રિયનિગ્રહ
માટે સાવચેત રહેવું. ૩૮. પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાનો વિજય એ સુખની ચાવી છે, માટે - જેમ બને તેમ મુનિએ નિઃસ્પૃહતા ખૂબ કેળવવી જોઈએ. ૩૯. વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. ૪૦. સાધુ જો સંયમની પાલના આરાધકભાવથી કરે તો મોક્ષની કે દેવલોકની
પ્રાપ્તિ કરે છે પણ વિરાધભાવથી સંયમ દૂષિત કરે તો નરક, તિર્યંચ
આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. ૪૧. ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. ૪૨. શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ, તપ અને સ્વાધ્યાયાદિ | પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા લક્ષ્ય રાખે તે
સાધુ ૪૩. દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગાવહાલાનો મોહ ન રખાય, તેમની
સાથે ગુરુઆજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય. ૪૪. સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા
લોઢાના ગોળા જેવા તે ગૃહસ્થો સાથે નિરપેક્ષ રીતે કે સ્વચ્છંદ રીતે
૧૪૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨