________________
ન જવા દેવી. ૧૪. શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ
માટે સાવધ રહે તેનું નામ સાધુ ૧૫. શું ખાઈશ? ક્યારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો?
આદિ શુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી. ૧૬. ગમે તેવો કડવો બોલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭. “હું” અને “મારું” ભૂલે તે સાધુ ૧૮. “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલો ! મારે ગમે તેવી વસ્તુથી ચાલશે”
આવી ભાવના વારંવાર કેળવવી. ૧૯. હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦. કોઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧. ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ
જાય તો પેટમાં જ રાખવી. ૨૨. કોઈની પણ નિંદા કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ. ૨૩. સ્વભાવ શાંત રાખવો. ૨૪. “સંસાર દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે.” આ વાત
બરાબર યાદ રાખવી. ૨૫. કોઈપણ વાતનો કદાગ્રહ ન રાખવો. ૨૬. હંમેશા સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવો. ૨૭. કોઈ પણ વાતમાં ‘જ કારનો પ્રયોગ ન કરવો. ૨૮. ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. ૨૯. ગુરુ મહારાજની અનુકૂળતાઓ સાચવવી એ જ સંયમશુદ્ધિ માટે જરૂરી
ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦. આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે મુખે સાંભળવી. ૩૧. ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાતો ઘટાડવી એ
સાધુતાની સફળતા છે. ૩૨. મરણ ક્યારે ? તેનું કંઈ ધોરણ નથી, માટે શુભ વિચારોને અમલી
બનાવવામાં પ્રસાદી ન રહેવું.
#
#
Hitittikt+++++++++++14+Hit++++++++++++++++++it+H+Hit++I+H++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ)
# ૧૪૧