________________
સંયમોપયોગી શુદ્ધ યથાસમયે જેવા મળે તેવા વસ-આહારથી ચલાવી
લેવાની વૃત્તિ કેળવવી. ૩૫. વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નભાવવા માટે નછૂટકે
કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવો
જોઈએ. ૩૬. આયંબિલનો તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળો આહાર ઝેરરૂપ
છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓનો
વધુ પડતો પરિભોગ સાધુએ ન કરવો જોઈએ. ૩૭. સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તકો વગેરેનું સવાર-સાંજ
જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કોઈપણ ચીજ પડિલેહણ
કર્યા વિનાની વપરાય જ નહિ. ૩૮. સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી
જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના તેમજ અયતના
અધિકરણનો દોષ લાગે છે. ૩૯. રસ્તામાં સામેથી કોઈપણ સાધુ મળે તો વિનયપૂર્વક હાથ જોડી મુખ
આગળ મુહપત્તિ રાખી “મFએણ વંદામિ' કહેવું. ૪૦. સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર ખલાસીસમા ગુરુમહારાજની
આજ્ઞાનુસાર વર્તન રખાય તો ભવસમુદ્રથી પાર પમાય, અન્યથા સંભવ
નથી. ૪૧. “સારું સારું વાપરવાથી, સારી ચીજોનો ઉપયોગ કરવાથી મારું પુણ્ય
ખૂટે છે અને નવું પાપ બંધાય છે' એમ વિચારવું. ૪૨. પાંચ તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩. પર્વતિથિ અને વિશિષ્ટ દિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ
કરવો. ૪૪. સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિનો
ખ્યાલ બરાબર કેળવવો. ૪૫. બ્રહ્મચર્ય સંયમનો પ્રાણ છે, તે વિના સંયમ મડદા જેવું છે. માટે
બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું. ૪૬. સાધુએ બોલવામાં કદી પણ “જકારનો પ્રયોગ ન કરવો.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ)
૧૩૯