________________
૭૨. સંસારને દુઃખથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ કર્યો. હવે તે
સંસારની ફુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું
ઘટે. ૭૩. સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ
નથી મળતું. ૭૪. સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે અને સંસારમાં સુખ ઓછું, દુઃખ
વધારે-આ એક નક્કર હકીકત છે ! ભલે બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે “સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે. ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે.
પરિશિષ્ટ-૪
- સંયમીનું વ્યવસ્થાપત્રક ૧. સવારે કેટલા વાગે ઊઠ્યા ? ૨. કેટલો જલ્પ કર્યો ? ૩. કેટલા શ્લોક વાંચ્યા ? ૪. કેટલા શ્લોક કંઠસ્થ કર્યા ? ૫. કેટલો વખત જ્ઞાનગોષ્ઠી કરી ? ૬. કેટલો વખત મૌન રહ્યા ? ૭. કેટલો વખત વિકારી ભાવ ઉપજ્યા ? ૮. બીજાનું કામ પરમાર્થ વૃત્તિથી કર્યું કે નહિ? ૯. કેટલી વાર અસત્ય ભાષણ ? ૧૦. કેટલી વાર માયા-પ્રયોગ ? ૧૧. કેટલી વાર ક્રોધ થયો? ૧૨. કેટલી વાર ચિડાણા ? ૧૩. કેટલો સમય ફોગટ ગુમાવ્યો? ૧૪. શાસ્ત્રોનું વાંચન-શ્રવણ કર્યું? ૧૫. આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ?
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ)
૧૪૫