Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 158
________________ આલોચના સ્થાન સંગ્રહ (પૂજનીય સાધુ-સાધ્વીજી માટે) - દેવદુર્લભ મોક્ષપ્રાપક સંયમજીવનને સફળ બનાવવા કયો સુજ્ઞ ન ઈચ્છે ? સદ્ગુરુની નિશ્રાછતાં સુખશીલતા, પ્રમાદ આદિ નિમિત્તે અતિચારથી કલુષિત બનેલું સંયમ સ્વ-ફળને આપવા સમર્થ નથી બની શકતું. સંયમને સફળ બનાવવા પાપભીરુતા-ભવભીરુતાની સાથે સાથે સદ્દગુરુ સમક્ષ અતિચારોની આલોચનાદિ દ્વારા સંયમની શુદ્ધિ કરવી પણ અનિવાર્ય છે. સમજ અને સ્મરણશક્તિની મંદતાના કાળમાં અતિચાર-સ્થાનોની યાદમાં સહાયક એવો આ આલોચના-સ્થાનોનો સંગ્રહ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આત્માર્થી મહાનુભાવો અનેક આવશ્યક કર્તવ્યોની જેમ નિયમિત પ્રસ્તુત આલોચના-સ્થાનોનું વાંચન કરતા રહી આલોચનાની સૂક્ષ્મતાને જાણી-સમજી-આચરી સંયમજીવનને વિશેષ સફળ બનાવે એ શુભ કામના. લિ. પૂજ્યપાદ આચાર્ય ગુરુદેવ શ્રીમદ્વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. . (૧) જ્ઞાનાચાર ૧. સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કર્યો. ૨. અકાલે સ્વાધ્યાય કર્યો. ૩. રાત્રે સ્વાધ્યાય ન કર્યો. ૪. કાજો લીધા વગરની જગ્યાએ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, સંથારો વગેરે કર્યા, ગોચરી-પાણી વાપર્યા. ૫. વિદ્યાગુરુનો વિનય સાચવ્યો નહિ, અપલાપ-નિંદા કર્યા. ૬. વાચનાચાર્ય, ગુર્નાદિક, વિદ્યાદાતા, વાચનાદાતાનું આસન પાથર્યું નહિ, ભગવાન (તેમના) પધરાવ્યા નહિ, માત્રાની કુંડી ન મૂકી, wwwwwwwwwwwwwwાનનામાના જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૪૯

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178