________________
પરિશિષ્ટ-૩
સંયમની સાધનારૂપ પગદંડીઓ
૧. ગુરુઆજ્ઞા એ સંયમસાધનાનો મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય જ નથી.
૨. ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમસાધનાનું મુખ્ય અંગ છે. ૩. ગુરુમહારાજનો ઉપકાર રોજ સ્મરણ કરવો જોઈએ કે મને ભવસમુદ્રમાં પડતો કેવો બચાવ્યો ? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરૂણા વરસાવી રહ્યા છે.
૪. ગુરુમહારાજ કાંઈ પણ કહે, આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠોર સ્વરે તર્જનાદિ પણ કરે, આ બધું મારા આત્માના એકાંત હિતાર્થે છે. મારા ભાવરોગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય-તીવ્ર કે કડવા ઔષધોના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે !!! આ જાતની શુભ ચિંતના વિવેકબળે ટકાવવી જરૂરી છે.
૫. પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડીલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બોલાય. આ માટે પૂરતું ધ્યાન રાખવું.
૬. શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે.
૭. પાંચ મહાવ્રતોનું પાલન પોતાના વ્હાલા પ્રાણોની જેમ કરવું જોઈએ. ૮. કોઈપણ સાધુના દોષો આપણાથી જોવાય નહિ. બીજાના દોષો જોવાથી પોતાનો આત્મા દોષવાળો બને છે. કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જોવાથી મન ઉજળું બને છે.
૯. બીજાના ગુણો જ આપણે જોવા જોઈએ.
૧૦. કોઈની પણ અદેખાઈ-ઈર્ષ્યા સાધુથી ન કરાય.
૧૧. બીજાની ચઢતી જોઈને રાજી થવું જોઈએ.
૧૨. ‘દરેકનું ભલું થાઓ' આવી ભાવના નિરંતર રાખવી જોઈએ.
૧૩. પોતાના ઉપકારી ગુરુ મહારાજના દોષો કે ભૂલો તરફ કદી પણ નજર
**********
નનનનન+
૧૪૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨