________________
અર્થ : કોઈ સાધુ આચારાંગ, ભગવતી સૂત્ર ભણી ચૂક્યો હોય, અગિયાર
અંગ ભણીને બારમા અંગમાં પણ નવ પૂર્વે ભણી ચૂક્યો હોય અને દશમું પૂર્વ ભણી રહ્યો હોય. આવો પણ સાધુ બોલવામાં ભૂલ કરી બેસે, ઉધું-ચત્તે બોલી બેસે. પણ એમ છતાં બીજો સાધુ એની મશ્કરી
ન કરે કે, “આટલું ભણ્યા છતાં હજી બોલતા તો આવડતું નથી.” (१८) विवित्ता अ भवे सिज्जा नारीणं न लवे कहं । - દિસંથવું ગુબ્બા ફુગ્ગા સાદ સંવં ! અર્થ : ઉપાશ્રયમાં કારણવશાત્ સાધુ એકલો હોય તો એ સ્ત્રીઓ સાથે
વાતચીત ન કરે તથા ગૃહસ્થો સાથે પરિચય ન કરે પરંતુ સાધુઓ સાથે પરિચય કરે. (સંયમરક્ષા માટે ગૃહસ્થો સાથે જેટલો પરિચય
જરૂરી હોય એટલો કરાય.) (१९) जहा कुक्कुडपोअस्स निच्चं कुललओ भयं ।
एवं खु बंभयारिस्स इत्थीविग्गहओ भयं ।। અર્થ : પેલું કુકડાનું બચ્ચું કાયમ માટે બિલાડીથી ગભરાતું ફરે એમ
બ્રહ્મચારી સાધુ પણ કાયમ માટે સ્ત્રીશરીરથી ગભરાતો જ ફરે. (२०) चित्तभित्तिं न निज्झाए नारिं वा सुअलंकिअं ।
भक्खरं पिव दतॄणं दिद्धिं पडिसमाहरे ।। અર્થ : સાધુ ભીંત ઉપર દોરેલા કે કોઈપણ પ્રકારના સ્ત્રીઓના ફોટા ન
જુએ. સોળ શણગાર સજેલી સ્ત્રી તરફ લેશ પણ નજર ન કરે. ભૂલથી સ્ત્રીના ફોટા કે સ્ત્રી ઉપર નજર પડી જાય તો જેમ બપોરના સૂર્ય સામે જોઈ તરત આંખો ખેંચી લે એમ અહીં પણ બીજી જ પળે
આંખો ખેંચી લે. (ર) હત્યપરિચ્છિન્ન નાવિuિdi |
अवि वाससयं नारिं बंभयारी विवज्जए ।। અર્થ : રે ! રૂપવતી, શણગાર સજેલી યુવતીની વાત જવા દો. પણ જેના
બે હાથ અને બે પગ કપાઈ ગયા છે, જેના બે કાન અને નાક પણ કપાઈ ગયા છે, જેની ઉંમર સો વર્ષની છે એવી પણ સ્ત્રીનો
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૧૯