________________
પરિચયાદિ સાધુ કદી ન કરે. (૨૨) વિમૂલાસ્થિસંસો ખીરું રસમોri |
नरस्सऽत्तगवेसिस्स विसं तालउडं जहा ।। અર્થ: પોતાના આત્માને ખોળવા નીકળેલા સાધુ માટે આ ત્રણ વસ્તુઓ
તાલપુટ ઝેર જેવી છે. (૧) શરીરની અને ઉપધિની વિભૂષા, (૨) સ્ત્રીનો પરિચય, (૩) મિષ્ટાન્નાદિનું ભોજન. તાલપુટ ઝેર તાળવે અડે અને માણસ મરે એમ આ ત્રણ વસ્તુના સંપર્કમાત્રથી સાધુનું
સંયમ મૃત્યુ પામે. (२३) जाइ सध्धाइ निक्खंतो परिआयट्ठाणमुत्तमं ।
तमेव अणुपालिज्जा गुणे आयरिअसंमए ।। અર્થ: ઓ મુનિવર ! દીક્ષા લેતી વખતે તો તારા અરમાનો, તારી શ્રદ્ધા
કેટલી બધી જોરદાર હતી યાદ છે ને? તો આજે એ શ્રદ્ધા ઓગળવા કેમ લાગી ? ભલે, તું અહીં આવી આત્મવિકાસ ન સાધી શકે પણ એટલું કર કે તું જે શ્રદ્ધા સાથે આ સંયમમાર્ગમાં નીકળ્યો છે એ શ્રદ્ધાને જાળવી રાખજે. અને તીર્થકરાદિને માન્ય મૂલોત્તરગુણોની આરાધના
કરજે. આટલું કરશે તો ય ઘણું. (२४) सज्जायसज्जाणरयस्स ताइणो अपावभावस्स तवे रयस्स ।
विसुज्झई जं सि मलं पुरेकडं समीरिअं रुप्पमलं व जोईणा ।। અર્થ : જે સાધુ (૧) સ્વાધ્યાય અને શુભ ચિંતનમાં ડુબી ગયો છે, (૨)
પજીવનિકાયની સમ્ય રક્ષા કરે છે, (૩) પાપિઠ વિચારોથી મુક્ત છે, (૪) આંબિલાદિ તપમાં લીન છે એના તો પૂર્વભવમાં બાંધેલા પાપો ધોવાઈને સાફ થઈ જાય છે. જુઓ ને, અગ્નિ વડે રૂપા ઉપરનો
મેલ દૂર થાય જ છે ને? (२५) थंभा व कोहा व मयप्पमाया गुरुसगासे विणयं न सिक्खे ।
सो चेव उ तस्स अभूइभावो फलं व कीअस्स वहाय होइ ।। અર્થ : મુનિ જો અહંકારને લીધે, ગુરુ પ્રત્યે ઉત્પન્ન થયેલા ક્રોધને લીધે,
માયાથી કે પ્રમાદને લીધે ગુરુનો વિનય નહિ શીખે તો સાધુનો તે
૧૨૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨