________________
અસમાધિમરણ એટલે અનેક મરણોની પરંપરાનું મૂળ. (૧૦) ગૃહસ્થોને તો જાતજાતના માનસિક સંકલ્પો સતાવે, જે એમને અસમાધિમરણ કરનારા બને. (૧૧) સાધુજીવન અને સંસારીજીવનમાં આસમાન-જમીનનો તફાવત છે. સંસારીજીવન એકલા ક્લેશો, દુઃખોથી ભરેલું છે. સાધુજીવન એ બધા ય સંક્લેશો વિનાનું છે. (૧૨) સંસારીજીવન બંધન છે તો સાધુજીવન મુક્તિ છે. (૧૩) સંસારીજીવનમાં તો પુષ્કળ પાપો કરવા પડે. સાધુજીવનમાં એક પણ પાપ કર્યા વિના પ્રસન્નતાપૂર્વક જીવી શકાય. (૧૪) સંસારીઓના સુખોમાં નવીનતા છે જ ક્યાં? જે કામસુખો રાજા ભોગવે એ જ ગરીબ ભોગવે, એ જ દેવો ભોગવે, એ જ ગંધાતી ગટરમાં રહેનારા ભૂંડો ભોગવે. એવા સુખો પાછળ તે કંઈ લંપટ થવાય? (૧૫) દીક્ષા છોડ્યા બાદ તું જે કંઈ પાપો કરીશ એ બધા તારે એકલાએ જ ભોગવવાના આવશે. પત્ની, કુટુંબાદિ માટે કરેલા પાપો એ પત્ની વગેરેના ભાગે જવાના નથી. (૧૬) રે ! આ માનવજીવન ઘણું દુર્લભ છે હોં ! અને ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુની માફક ખૂબ ચંચળ છે, અનિત્ય છે. એને આ દીક્ષાત્યાગ દ્વારા નિષ્ફળ ન કરીશ. (૧૭) તને દીક્ષા છોડવાની ઈચ્છા થાય છે એટલે લાગે છે કે તે નક્કી ઘણું ચારિત્રમોહનીય વગેરે કર્મ બાંધેલ છે, તો દીક્ષા છોડવાથી એ નાશ નહિ પામે. અહીં જ રહી ગુરુના માર્ગદર્શન પ્રમાણે એનો નાશ કર. (૧૮) યાદ રાખ કે પૂર્વભવોમાં દુષ્કર્મ કરીને ભેગા કરેલા કર્મોથી બે જ રીતે છુટકારો થાય: (૧) એ કર્મોને સમ્યગ રીતે ભોગવી લેવાથી (૨) તપ દ્વારા એ કર્મોને ખતમ કરી નાંખવાથી. કર્મોને સમ્યગુ સહન કરવા કે તપથી ખતમ કરવા ગૃહસ્થ માટે શક્ય નથી.
૧૨૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨