________________
અર્થ : (૧) હે મુનિ ! તું સંસારમાં પાછો જવા ઈચ્છે છે પણ ત્યાં કંઈ તને આ પાંચમા આરામાં લગભગ બધા જીવો
સુખ મળવાનું નથી. દુઃખમાં જીવે છે.
(૨) તને જે સ્ત્રી, ભોજનાદિ સુખોની લાલસા જાગી છે, ગૃહસ્થોના એ કામભોગના સુખો અત્યંત હલકા-તુચ્છ છે અને અલ્પકાળ જ ટકનારા છે.
(૩) આ કાળમાં બધા મનુષ્યો માયાવી છે. તું કોના ઉપર વિશ્વાસ મુકીશ ? બધા સ્વાર્થી હોવાથી કોઈ તને સાચી સહાય કરવાનું નથી. (૪) હે ભિક્ષુ ! તને અહીં જે દુઃખો આકરા થઈ પડ્યા છે એ તારા દુઃખો શું કાયમ રહેવાના છે ? અમુક કાળ બાદ એ બધા દુઃખો આપમેળે જતા રહેશે, ઓછા થશે.
(૫) દીક્ષા છોડ્યા બાદ તારે આજીવિકા ચલાવવા માટે સાવ હલકાં કહેવાતા માણસોના ય ગુલામ બનવું પડશે. એમના સત્કાર-સન્માન કરવા પડશે. સાધુપણામાં તો અબજોપતિઓ પણ તારા પગમાં પડે છે.
(૬) ઓ મુનિવર ! તેં ક્યાંય કોઈ માનવીને ઉલ્ટી ચાટતો જોયો છે? સંસારને વમી નાંખ્યા બાદ તું પાછો એને ભેટવા જાય છે તો તું ઉલ્ટી ચાટનારો જ બનીશ ને ?
(૭) દીક્ષા છોડનારો સતિમાં જાય એ અસંભવિત છે. એણે તો દુર્ગતિઓનો જ સ્વીકાર કરવો પડશે.
(૮) તું કદાચ એમ વિચારતો હોઈશ કે હું ગૃહસ્થ બનીને પણ સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ સુંદર ધર્મોનું પાલન કરીશ. પણ તને ખ્યાલ નથી લાગતો કે ગૃહવાસમાં ફસાયેલા એ સંસારીઓ સંસારી કામો અને ચિંતાઓથી એવા તો ઘેરાયેલા હોય છે કે એમને માટે સુંદર ધર્મની આરાધના ઘણી દુર્લભ છે.
(૯) અહીં તું મરે તો સમાધિ આપનારા ગુરુભગવંતો તારી પાસે છે, પણ ગૃહસ્થ બન્યા પછી તને જે રોગાદિ થશે એ તો તને અસમાધિમરણ જ આપશે. ત્યાં વળી સમાધિ કોણ આપે ? અને
←÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૨૭