________________
શિષ્ય પૂજ્ય છે.
(४३) सक्का सहेउं आसाइ कंटया अओमया उच्छहया नरेणं ।
अणास जोउ सहेज्ज कंटए वईमए कन्नसरे स पुज्जो || અર્થ : કેટલાક ધનપ્રાપ્તિ માટે ઉત્સાહવંત બનેલા માનવો ધન મળવાની આશાથી શરીરમાં કાંટા ઘોંચાય એને પણ સહન કરી લે છે એ તો હજી સરળ છે. પણ ગુરુ કે ગુરુભાઈઓ દ્વારા બોલાતા, કાનમાં બાણની જેમ ઘૂસી જતા કડવા વચનોરૂપી કાંટાઓને જે સાધુ સહન કરે છે તે પૂજનીય છે.
(४४) मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ।।
અર્થ : લોખંડના કાંટાઓ તો બે-ચાર ઘડી માટે જ દુઃખદાયી બને છે. વળી, શરીરમાં ઘૂસેલા એ કાંટાઓ બહાર કાઢી નાંખવા પણ સહેલા છે. જ્યારે કડવા વચનો તો એવા દુષ્ટ છે કે એ વર્ષો પછી પણ મનમાંથી ભૂંસાતા નથી, વૈરની પરંપરા ઊભી કરે છે, દુર્ગતિ વિગેરે મોટા ભયના કારણ છે.
(४५) समावयंता वयणाभिघाया, कन्नंगया दुम्मणिअं जणंति । धम्मुत्ति किच्चा परमग्गसूरे, जिइंदिए जो सहइ स पुज्जो ।। અર્થ : ‘ગુરુ કે ગુરુભાઈઓ વગેરે તરફથી છોડવામાં આવતા કડવા વચનો રૂપી બાણો કાનમાં જઈને સાધુના મનમાં સંક્લેશ, ખેદ, કષાયને ઉત્પન્ન કરનારા બને છે. પણ ‘કડવા વચનો સહન કરવા એ તો ધર્મ છે’ એમ વિચારીને આધ્યાત્મિક જગત્નો જે શૂરવીર સાધુ એ વચનો હસતા હસતા સહન કરે છે એને મારા કોટિ કોટિ વંદન ! (४६) गुणेहि साहू अगुणेहिऽसाहू, गिण्हाहि साहुगुण मुंचऽसाहू ।
विआणिआ अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ।। અર્થ : સાધુ માત્ર વેષ ધારણ કરવાથી કે સાધુજીવનની ક્રિયાઓ કરવા માત્રથી નથી બનાતું પણ સાધુના ક્ષમાદિ ગુણો સિદ્ધ કરીએ તો સાચા સાધુ બનાય. એ ગુણો સિદ્ધ ન કરીએ તો ક્રોધાદિ અવગુણો વડે અસાધુ બનાય. માટે ઓ દીક્ષિત આત્મન્ ! તું સાધુના ગુણોને ગ્રહણ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૨૫