________________
(३४) जहाहिअग्गी जलणं नमसे नाणाहुइमंतपयाभिसित्तं ।
एवायरिअं उवचिट्ठइज्जा अणंतनाणोवगओऽवि संतो ।। અર્થ : અગ્નિદેવનો પૂજ્ય બ્રાહ્મણ અગ્નિદેવને જાતજાતની આહુતિઓ અને
મંત્રપદો દ્વારા સીંચે છે અને એ અગ્નિદેવને નમસ્કાર કરે છે. એમ સાચો શિષ્ય તો ચૌદપૂર્વધર બને તો પણ, અનંતજ્ઞાની બને તો પણ
ગુરુની સેવા-વિનય કદી ન છોડે. (३५) जस्संतिए धम्मपयाई सिक्खे तस्संतिए वेणइयं पउंजे ।
सक्कारए सिरसा पंजलीओ कायग्गिरा भो मणसा अ निच्चं।। અર્થ : જે ગુરુ પાસે નવકારાદિ ધર્મપદોને શીખો એમનો ઉચિત વિનય
કરવો જોઈએ. એમનો સત્કાર કરવો જોઈએ. મસ્તકે બે હાથ જોડી એમને પ્રણામ કરવા જોઈએ. માત્ર ભણતી વખતે જ નહિ પણ માવજીવ માટે મન-વચન-કાયાથી એ વિદ્યાદાતા ગુરુનો વિનય
કરવો જોઈએ. (३६) लज्जा-दया-संजम-बंभचेरं कल्लाणभागिस्स विसोहिठाणं ।
जे मे गुरु सययमणुसासयंति तेऽहं गुरुं सययं पूययामि ।। અર્થ : કલ્યાણભાગી ઉત્તમ આત્મા માટે ચાર વસ્તુઓ આત્મવિશુદ્ધિના
સ્થાનભૂત છે : (૧) લજ્જા-પાપપૂજારો, (૨) દયા-પર્કાયકરૂણા, (૩) સંયમ, (૪) બ્રહ્મચર્ય. જે મારા ગુરુઓ સતત મને આ ચાર વસ્તુઓ શીખવાડે છે, પળાવે
છે તે મારા અનંત ઉપકારી ગુરુદેવની સતત પૂજા કરું છું. (३७) जहा ससी कोमुइजोगजुत्तो नक्खत्ततारागणपरिवुडप्पा ।
खे सोहई विमले अब्भमुक्के एवं गणी सोहइ भिक्खुमज्झे ।। અર્થ : આકાશમાં વાદળો નથી, કારતક માસની પૂનમ-કૌમુદી છે. એ
વખતે નક્ષત્રો અને તારાઓથી પરિવરેલો ચન્દ્ર આકાશમાં કેવો
શોભી ઊઠે છે. એમ ગુરુ પણ સાધુઓની વચ્ચે ખૂબ શોભે છે. (३८) सुच्चाण मेहावि सुभासिआई सुस्सूसए आयरिअमप्पमत्तो ।
आराहइत्ताण गुणे अणेगे से पावइ सिद्धिमणुत्तरं त्ति बेमि ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ)
૧૨૩