________________
જીવવા માટે ઝેર ખાવું. શી રીતે શિષ્ય બચે? (३०) सिआ हु से पावय नो डहिज्जा अंसीविसो वा कुविओ न भक्खे।
सिआ विसं हालहलं न मारे न आ(या)वि मुक्खो गुरुहीलणाए ।। અર્થ : રે ! ચન્દ્રકાન્ત મણિ સાથે રાખનારને ભડભડતી આગ ન બાળે એ
હજી બને. અમૃત પી ગયેલાને છંછેડાયેલો ઝેરી સાપ કંઈ જ ન કરી શકે એ હજી બને. હળાહળ ઝેર પીવા છતાં મૃત્યુ ન થાય એ પણ
હજી બને. પણ ગુરુહીલના કરનારો શિષ્ય મોક્ષ પામે ? અસંભવ ! (૩૩) નો પડ્યાં સિરસા મિનિચ્છ સુત્ત વ લીë વોરરૂક્યા !
जो वा दए सत्तिअग्गे पहारं एसोवमाऽऽसायणया गुरुणं ।। અર્થ : ગુરુની આશાતના એટલે મસ્તકના ઘા વડે પર્વતના બે ટુકડા કરવાનું
ગાંડ સાહસ ! ગુરુની આશાતના એટલે સુતેલા સિંહને જગાડવાની મુર્ખામી ! ગુરુની આશાતના એટલે તીક્ષ્ણ હથિયારની ધાર ઉપર
ખુલ્લા હાથના પ્રહારો મારવાની બેવકુફી ! શી રીતે શિષ્ય બચે? (३२) सिआ हु सीसेण गिरि पि भिंदे सिआ हु सीहो कुविओ न भक्खे।
सिआ न भिंदिज्ज व सत्तिअग्गं न आ(या)वि मुक्खो गुरुहीलणाए ।। અર્થ : રે! માથા વડે પર્વતના બે ફાડચા થઈ જાય એ હજી કદાચ બને.
સિંહ ક્રોધે ભરાય છતાં સામે ઊભેલાને ખાઈ ન જાય એ ય હજી બને. તલવારની ધાર ઉપર હાથના પ્રહારો મારવા છતાં લોહીનું ટીપું પણ ન નીકળે એ ય હજી બને. પણ ગુરુહીલના કરનારો શિષ્ય મોક્ષ
પામે? અસંભવ ! (३३) आयरियपाया पुण अप्पसन्ना अबोहि आसायण नत्थि मुक्खो ।
तम्हा अणाबाहसुहाऽभिकंखी गुरुप्पसायाऽभिमुहो रमिज्जा ।। અર્થ : ઓ શ્રમણો ! તમારા કારણે જો તમારા ગુરુ અપ્રસન્ન થાય તો નક્કી
તમે દુર્લભબોધિ થશો. ગુરુની આશાતના કરવાથી તમારો કદી મોક્ષ નહિ થાય. જો તમે અવ્યાબાધ સુખ-મોક્ષસુખને ઈચ્છતા હો તો “ગુરુ શી રીતે પ્રસન્ન થાય ? એનો જ પ્રયત્ન કરવા લાગી પડો.
+++++++++
+++++++++++++
+++
++++++++++++++++
+++++ ૧૨૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨