________________
(५८) भुंजित्तु भोगाई पसज्झचेअसा, तहाविहं कट्टु असंजमं बहुं । गई च गच्छे अणभि (हि)ज्झिअं दुहं, बोही अ से नो सुलहा पुणो पुणो ।। અર્થ : ઓ ઉત્પ્રવ્રુજિત ! અત્યારે તું તદ્દન આસક્ત બનીને ભોગ ભોગવે છે. હિંસા, મૈથુનાદિ પુષ્કળ અસંયમ સેવે છે. પણ મર્યા બાદ તું તને બિલકુલ ન ગમે એવી દુર્ગતિઓમાં જઈશ, જ્યાં તને જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ બનશે.
(५९) इमस्स ता नेरइअस्स जंतुणो, दुहोवणीअस्स किलेसवत्तिणो । पलिओवमं झिज्झइ सागरोवमं, किमंग पुण मज्झ इमं मणोदुहं ।। અર્થ : દીક્ષા છોડતા પહેલા એટલું વિચાર કે આ ભયંકર દુ:ખો ભોગવનારા, પુષ્કળ સંક્લેશમાં રહેનારા નારકના જીવોનો પલ્યોપમો અને સાગરોપમો જેટલો ઘણો વિરાટ કાળ પણ એક દિવસ સમાપ્ત થાય છે અને એ જીવ દુઃખથી છુટકારો પામે છે તો ૫૦-૬૦ વર્ષ માટેના ખૂબ જ તુચ્છ કહી શકાય એવા મારા સંયમજીવનના શારીરિક, માનસિક દુઃખો તો શી વિસાતમાં ?
(६०) न मे चिरं दुक्खमिणं भविस्सइ, असासया भोगपिवास जंतुणो । न चे सरीरेण इमेणऽविस्सइ, अविस्सइ जीवियपज्जवेण मे । અર્થ : તું વિચાર કે,‘મારું આ સંયમજીવનનું દુ:ખ કાયમ રહેવાનું નથી. મને આજે કામભોગની વાસનાઓ જાગી છે પણ જીવોની આ વાસનાઓ પણ કાયમ ટકતી નથી. હજી થોડાક વર્ષો સંયમજીવન ખેંચી કાઢું તો વાસનાઓ એની મેળે શાંત પડી જશે. કદાચ આ ભવમાં, આ શરીરમાં આ ભોગવાસના નાશ ન પામે તો ય શું ? મારું જીવન પૂર્ણ થશે ત્યારે તો અવશ્ય નાશ પામી જ જશે ને ? તો પછી શા માટે એ વાસનાને પરવશ થઈ મારે દીક્ષા છોડવી ?’
(६१) जस्सेवमप्पा उ हविज्ज निच्छिओ, चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलंति इंदिआ, उविंतवाया व सुदंसणं गिरिं ।। અર્થ : આવા પ્રકારની ભાવનાઓ દ્વારા જે સંયમીનો આત્મા સાધુપણામાં સ્થિર થઈ જાય છે તે શરીર ત્યાગી દે છે પણ સંયમધર્મનો ત્યાગ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૩૧