________________
પરિશિષ્ટ-૧
સાધુજીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હોય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાના હોય છે માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લોકોત્તર સંયમની આરાધનાના અનુકૂળ સાધનોની સફળતા યથાયોગ્ય શી રીતે મેળવી શકે તે અંગે શ્રીઆચારાંગ આદિ શાસ્ત્રોમાં નાના પ્રકારનું વર્ણન છે, તે બધાના આધારે ઉપયોગી અભ્યાસક્રમ અહીં જણાવાય છે.
૧. પ્રથમ તો સાધુ-સાધ્વીએ દીક્ષાનો પરમાર્થ સમજી બાહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પોતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવંતોના વચનોને પૂર્ણ વફાદાર રહેવું ઘટે. તે વચનો પણ પોતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ-યથાર્થ ન સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પોતાના ગુરુભગવંતો પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પોતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગ્રત રહેવું ઘટે.
૨. દીક્ષા લીધા પછી રોજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું.
૩. આવશ્યક સૂત્રોના અર્થો, સામાચારીની નિર્મલતા, આવશ્યક ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે, જેનાથી આત્મા સંયમ-વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે.
૧. આવશ્યક ક્રિયાના સૂત્રો (અર્થ સાથે)
શક્ય હોય તો સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચ્ચારશુદ્ધિની યોગ્ય કેળવણી મેળવવી જરૂરી છે.
૧૩૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨