________________
(४९) जया य चयइ धम्म अणज्जो भोगकारणा ।
से तत्थ मुच्छिए बाले आयई नावबुज्झइ ।। અર્થ: આ અઢાર વસ્તુઓ સમજાવવા છતાં જો અનાર્ય સાધુ ભોગસુખો
ભોગવવા માટે ચારિત્રધર્મને છોડી દે તો એ ભોગસુખોમાં મૂચ્છિત
થયેલો મૂર્ખ સાધુ પોતાના ભવિષ્યને સમજતો જ નથી. (५०) जया ओहाविओ होइ इंदो वा पडिओ छमं ।
सव्वधम्मपरिब्भट्ठो स पच्छा परितप्पइ ।। અર્થ : ઈન્દ્ર ધરતી ઉપર પડે એમ જ્યારે મુનિ દીક્ષા છોડી દે ત્યારે સર્વધર્મથી
ભ્રષ્ટ થયેલા અને પાછળથી ખૂબ જ પસ્તાવાનો વારો આવે છે. (५१) जया अ वंदिमो होइ पच्छा होइ अवंदिमो ।
देवया व चुआ ठाणा स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષાપર્યાયમાં કરોડપતિઓ વડે વંદાતો એ મુનિ દીક્ષા છોડ્યા બાદ
સર્વત્ર ધિક્કાર પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ એ બિચારો
પછી ખૂબ પસ્તાવો કરે છે. (५२) जया अ थेरओ होइ समइक्कंतजुव्वणो ।
मच्छु ब्व गलं गिलित्ता स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષા છોડ્યા બાદ એ ઉદ્ગજિત કાળક્રમે વૃદ્ધ થાય, યૌવનાવસ્થા
સમાપ્ત થાય ત્યારે એ ખૂબ પશ્ચાત્તાપ કરે છે. પેલો માછલો ! માંસની લાલચમાં માછીમારના માંસ સાથે લાગેલા કાંટામાં ફસાઈ ગયા બાદ
કેવો પસ્તાવો કરે છે ! (५३) जया अ कुकुडुंबस्स कुतत्तीहिं विहम्मइ ।
हत्थी व बंधणे बद्धो स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષા છોડી સંસાર તો માંડ્યો પણ પત્ની કજીયાળી મળી ! પુત્રો
નપાવટ, ઉશ્રુંખલ મળ્યા ! પેટ ભરી શકાય એટલી આજીવિકા માંડ મળી. રોજેરોજ એ કુટુંબની જાતજાતની ચિંતાઓ વડે આ ઉદ્ગજિત હેરાન થાય ત્યારે બંધનમાં બંધાયેલા હાથીની જેમ એ બિચારો ખૂબ પસ્તાવો કરે કે દીક્ષા ન છોડી હોત તો કેટલું સારું થાત!
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૨૯