________________
અર્થ : જે બુદ્ધિમાન્ સાધુ ઉપર કહેલા સુંદર વાક્યોને સાંભળીને એકદમ અપ્રમત્ત બની ગુરુની સેવા-ભક્તિ કરે છે તે અનેક ગુણોને આરાધીને સર્વોત્તમ સિદ્ધિને પામે છે એમ શસ્તંભવસૂરિ એવો હું કહું છું. (३९) जे आयरिअउवज्झायाणं सुस्सूसावयणंकरा ।
सिं सिखा पव ंति जलसित्ता इव पायवा ।।
અર્થ : જે શિષ્યો આચાર્ય અને ઉપાધ્યાયની શુશ્રુષા કરે છે, એમની આજ્ઞાનું પાલન કરે છે તેઓનું જ્ઞાન અને સંયમ બે ય વૃદ્ધિ પામે છે. પાણીથી સિંચાયેલા વૃક્ષો કેવા વૃદ્ધિ પામે !
(४०) नीअं सिज्जं गइं ठाणं निअं च आसणाणि य ।
नीअं च पाए वंदिज्जा नीअं कुज्जा य अंजलि ।।
અર્થ : શિષ્યે પોતાનો સંથારો ગુરુ કરતા નીચો રાખવો. ગુરુની પાછળ નમ્ર બનીને ચાલવું. ગુરુની આગળ નમ્ર બનીને ઊભા રહેવું. બેસવાનું આસન પણ ગુરુના આસન કરતા નીચું રાખવું. ગુરુવંદનાદિ વખતે એકદમ નીચે નમી મસ્તક પગને સ્પર્શે એ રીતે વંદન કરવા. એમના દર્શન જ્યારે જ્યારે થાય ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવવું. ( ४१ ) संघट्टत्ता कारणं तहा उवहिणामवि ।
खमेह अवराहं मे वइज्ज न पुणु त्ति अ ।।
અર્થ : શિષ્યનો પગ, કમર, પીઠ ગુરુના શરીરને સ્પર્શે એ તો ઘણી દૂરની વાત છે પણ ગુરુની ઉપધિનો પણ આ રીતે સંઘટ્ટો થાય તો તરત ગુરુદેવને કહેવું કે, ‘મારો આ અપરાધ ક્ષમા કરો. ફરીથી આપની ઉપધિને મારા પગ, કમર, પીઠાદિ સ્પર્શે તેવું નહિ થવા દઉં.' (४२) आयरिअं अग्गिमिवाहि अग्गी सुस्सूसमाणो पडिजागरिज्जा । आलोइअं इंगिअमेव नच्चा जो छंदमाराहयइ स पुज्जी ।।
અર્થ : એ શિષ્યને મારા કોટિ વંદન જે પોતાના ગુરુની દૃષ્ટિમાત્ર ઉપરથી, ગુરુના હાવભાવ માત્ર ઉપરથી ગુરુના મનના ભાવને જાણીને ગુરુની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરી ગુરુને પ્રસન્ન કરે છે. બ્રાહ્મણ જેમ અગ્નિને સમ્યક્ સેવતો તે તે કાર્યો કરે એમ આચાર્યની સેવા કરનાર
++++÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૨૪