________________
નારકમાં જાય. આ બધા સ્થાનો એવા છે કે જ્યાં આ જીવને બોધિની
પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ બને છે. (४) एअं य दोसं दठूणं नायपुत्तेण भासि ।
अणुमायं पि मेहावी मायामोसं विवज्जए ।। અર્થ : માત્ર યશ-કીર્તિ માટે કરેલી માયાઓ, સાધુતા ન હોવા છતાં સાધુ
તરીકે પ્રસિદ્ધિ પામવાના દેખાવો, શિથિલ હોવા છતાં શિથિલતા લોકોથી છુપાવવાની ઉસ્તાદીઓ-આ બધાના આવા ભયંકર નારકાદિના વિપાકો ખુદ પરમાત્મા મહાવીરદેવે બતાવેલા છે. ઓ બુદ્ધિમાન સાધુ ! આ બધું જોઈને તું હવે એક અણુમાત્ર માયા
મૃષાવાદનું સેવન ન કરીશ. ' (૧) નાળિખાસ વા વિ મુંદસ વદરોનનહંસિ |
मेहुणा उवसंतस्स किं विभूसाइ कारिअं ?।। અર્થ: ઓ મુનિવર ! તારે સાવ જીર્ણપ્રાયઃ અને મલિન કપડા પહેરવાના
છે. માટે જ તે કપડા ન પહેરતો હોય તેવો જ છે. તારા માથે મુંડન છે. તારી રૂંવાટી અને નખ લાંબા છે. મૈથુનની વાસના તને સતાવતી
નથી. તો પછી મને એ સમજાતું નથી કે તે વિભૂષા શા માટે કરે છે? (૬) વિમૂલવિત્તિયં મધુ — વંધરૂ વિવેvi |
संसारसायरे घोरे जेणं पडइ दुरुत्तरे ।। અર્થ : ભિક્ષુ વિભૂષા-વસ્ત્રોના કાપ વારંવાર કાઢી ચોખ્ખા વસ્ત્રો પહેરવા
વગેરે-દ્વારા એવું તો ચીકણું કર્મ બાંધે કે જેને લીધે દુઃખેથી તરી શકાય એવા સંસારસાગરમાં પડે. (ચોખા વસ્ત્રો પહેરવા, વસ્ત્રોમાં રંગીન દોરા નાંખવા, ડીઝાઈનવાળી કામળી, ઓઘાદિ વાપરવા, હાથ-પગ-મોં નિષ્કારણ ધોવા, રંગબેરંગી પાકીટો રાખવા વગેરે
વિભૂષા કહેવાય છે.) (૭) તહેવાસંનાં ઘરો, માસ દિ રેટિ વા |
सय चिट्ठ वयाहित्ति, नेवं भासिज्ज पन्नवं ।। અર્થ : સાધુ-સાધ્વીઓ ગૃહસ્થોને-શ્રાવક-શ્રાવિકાદિને એમ ન કહી શકે
૧૧૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨