________________
દશવૈકાલિક સૂત્રમ્
(१) तवतेणे वयतेणे रूवतेणे य जे नरे । आयारभावतेणे अ कुव्वइ देवकिव्विसं ।। અર્થ : જે સાધુ-સાધ્વીઓ તપસ્વી ન હોવા છતાં લોકો પોતાને તપસ્વી માને એ રીતનો દેખાવ કરે. જે સાધુ-સાધ્વીઓ જ્ઞાની ન હોવા છતાં લોકો પોતાને જાણકાર માને એ રીતનું વર્તન કરે. જે સાધુ-સાધ્વીઓ બીજા રૂપવાનૢ વ્યક્તિના નામથી પોતાની જાતને ઓળખાવે. જેઓ સ્વયં આચારોનું પાલન ન કરતા હોવા છતાં જાતને આચારપાલક તરીકે દેખાડે. પોતે જે પદાર્થો જાણતો નથી એ બીજાને પૂછીને જાણવા છતાં જે એમ કહે, ‘આ તો હું જાણતો જ હતો.'
આવા સાધુ-સાધ્વીઓ કિલ્બિષિક દેવો-હલકા દેવો થાય છે. (२) लध्धूण वि देवत्तं उववन्नो देवकिव्विसे ।
तत्थावि से न याणाइ किं मे किच्चा इमं फलं ।। અર્થ : આશ્ચર્ય તો એ છે કે, એ સાધુ દેવપણું પામે છે, કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં એને વિભંગજ્ઞાન પણ છે છતાં ય ‘પૂર્વભવોમાં મેં માયા-કપટો કરેલા એના પરિણામે મને આવો હલકો દેવભવ મળ્યો છે.’ એવું તે જાણી શકતો નથી. (વિભંગજ્ઞાનાદિથી પૂર્વભવ તો જાણી શકે પણ તેમની મલિન બુદ્ધિને કારણે એવો સમ્યગ્બોધ ન થાય કે આ પાપોનું મને આ ફળ મળ્યું છે. દા.ત. ગુરુદ્રોહ કરી ચૂકેલાઓ જ્યારે ખૂબ હેરાન થાય ત્યારે ગુરુદ્રોહને જાણતા હોવા છતાં ‘આ ગુરુદ્રોહના કારણે મારી હેરાનગતિ છે' એવી સમ્યબુદ્ધિ એમને થતી નથી.)
(३) तत्तो वि से चइत्ताणं लब्भिहि एलमूअकं ।
नरयं तिरिक्खजोणि वा बोही जत्थ सुदुल्लहा ।।
અર્થ : એ માયાવી સાધુઓ કિલ્બિષિક દેવ બન્યા બાદ ત્યાંથી ચ્યવીને કદાચ મનુષ્ય બને તો ય બોબડા, મુંગા મનુષ્ય બને. અથવા તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય. અને એ ખરાબ મનુષ્યભવ કે તિર્યંચભવ પછી તેઓ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૧૫