________________
આટલું જ નહિ, પણ તેના કરતાં હું પોતે જ સુકૃતોનો સ્વામી થાઉં તેમ પણ ઈચ્છું છું.
સૂત્રપાઠનું ફળ : અનુબંધોની તોડ-જોડ:
એવમે સમ્મ પઢમાણમ્સ, સુણમાણસ્મ, અણુપેહમાણમ્સ સિઢિલીભવંતિ, પરિહાયંતિ, ખિજંતિ અસુહકમ્માણબંધા નિરણુબંધે વા અસુહકમૅ ભગ્નસામન્થ સુહપરિણામે, કડગબદ્ધ વિ અ વિસે અપ્પફલે સિઆ, સુહાવણિજે સિઆ, અપુણભાવે સિઆ..
તહા આસગલિજજંતિ, પરિપોસિક્યુંતિ, નિમ્નવિષંતિ સુહકમ્માણબંધા સાણબંધુ ચ સુહકર્મો પગિષ્ઠ પગિઠભાવજ્જિ નિયમફલય સુપત્તિ વિ એ મહાગએ સુહફલે સિઆ, સુહપવરંગે સિઆ, પરમસુહસાહગે સિઆ, અઓ અપડિબંધમઅં અસુહભાવનિરોહણ સુહભાવબીઅતિ સુપ્પણિહાણ સમ્મ પઢિઆવ્યું, સમ્મ સોઅબું, સમ્મ અણુપેહિઅવંતિ....
આ સૂત્રનો જે આત્મા સારી રીતે સંવેગભાવિતહૃદય સાથે પાઠ કરે, સાંભળે કે તેના અર્થો ઉપર અનુપ્રેક્ષા-સ્વાધ્યાય કરે તે આત્મા ઉપર ભૂતકાળમાં જે અશુભ કર્મોના અનુબંધો (અશુભ સંસ્કારો) ગાઢ બનીને જામ થયેલા હોય તે અનુબંધો મંદવિપાકવાળા-સહાનિવાળા થઈને શિથિલ થાય છે, તેમની દીર્ઘ સ્થિતિનો ક્ષય પણ થાય છે, રે ! છેવટે તે કર્મપુદ્ગલોનો જ ક્ષય થઈ જાય છે. જે નિરનુબંધ અશુભ કર્મો થયા હોય છે તે સામર્થ્યરહિત બની જાય છે, ડંખ ભાગે દોરી બાંધવાથી સામર્થ્યહીન બની જતા વિષની જેમ.
હવે આવા કર્મો ઉદયમાં આવે તો પણ અતિ અલ્પ ફળ આપનારા બની જાય છે. આથી તેઓ સહેલાઈથી દૂર કરી શકાય તેવા બની જાય છે. ફરીથી તેવી વિશિષ્ટ સ્થિતિ કે તેવા વિશિષ્ટ કર્મોનો બંધ થતો નથી.
આ તો આપણે જોઈ ભાવિત હૃદયે થતા સૂત્રપાઠથી અશુભ અનુબંધોની દશા. હવે શુભ અનુબંધોની વાત જોઈએ.
શુભ કર્મના અનુબંધોનો-પુણ્યાનુબંધી પુણ્યકર્મનો વિશેષ સંગ્રહ થાય છે. શુભ ભાવોની વૃદ્ધિથી તે રસથી વધુ મજબૂત બને છે અને તેથી શુભ સ્થિતિની પરાકાષ્ઠાને પામે છે. આ +++++++++++++++++++++ +++++ +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર)
૧૧૩