________________
'અધ્યાત્મકલ્પદ્રુમ (१) स्वाध्यायमाधित्ससि नो प्रमादैः शुद्धा न गुप्तीः समितीश्च धत्से ।
तपो द्विधा नार्जसि देहमोहादल्पेऽपि हेतौ दधसे कषायान् ।। (२) परिषहान्नो सहसे न चोपसर्गान्न शीलांगधरोऽपि चासि ।
तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं मुने ! कथं यास्यसि वेषमात्रात् ।। અર્થ: હે સાધુ ! પ્રમાદી, આળસુ બનીને તું સ્વાધ્યાય કરવાને ઈચ્છતો
નથી. શુદ્ધ ગુપ્તિઓ અને સમિતિઓને પણ ધારણ કરતો નથી. શરીર ઉપરના મોહને લીધે તું બાહ્ય અને અભ્યત્તર તપ પણ કરતો નથી. સાવ નાની નાની વાતોમાં ય તું કષાયને ધારણ કરે છે. બાવીસ પરીષહોને સહન કરતો નથી. આવી પડેલા ઉપસર્ગોને પણ સહન કરતો નથી. ૧૮ હજાર શીલાંગરથોને પણ ધારણ કરતો નથી. ઓ મુનિ ! તો પછી તું ભલે મુક્તિની ઈચ્છા રાખે તો ય વેષમાત્રથી
તો તું શી રીતે સંસારસમુદ્રનો પાર પામીશ? (३) आजीविकार्थमिह यद्यतिवेषमेतत् धत्से चरित्रममलं न तु कष्टभीरुः ।
तद्वेत्सि किन्न न विभेति जगज्जिघृक्षुर्मृत्युः कुतोपि नरकश्च न वेषमात्रात् ।। અર્થ : ઓ મુનિવર ! તું માત્ર ખાઈ-પીને જલસા કરવા માટે, આજીવિકા
ચલાવવા માટે જ આ સાધુવેષને ધારણ કરે છે. અને દુઃખોથી ભીરુ એવો તું નિર્મળ ચારિત્રનું પાલન કરતો નથી તો શું તું એ નથી જાણતો કે આખાય વિશ્વને ગ્રહણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ એ કોઈનાથી ય ગભરાતું નથી અને નરક પણ કોઈનાથી ય ગભરાતી નથી. આ મોત અને નરક તારા સાધુવેષ માત્રને જોઈને ગભરાઈ જઈને તને છોડી
નહિ મૂકે. (૪) વેણ માસ તેરથર વિનાત્મન્ !
पूजां च वांछसि जनाद्वहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता ।
न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૩૯