________________
હાસ્તો, પૌદ્ગલિકભાવો સાથે આત્મરતિને મેળ જ ક્યાં છે ?
( १७ ) अन्तः समाधेः सुखमाकलय्य बाह्ये सुखे नो रतिमेति योगी । अटत्यटव्यां क इवार्थलुब्धो गृहे समुत्सर्पति कल्पवृक्षे ।। १३६ ।। અર્થ : જેના અંતરમાં સમાધિના સુખના ફૂવારા ઊડવા લાગ્યા એવા યોગીજનોને બાહ્ય ભોગસુખોમાં રસ જ ન પડે તેમાં કશી નવાઈ નથી.
જેના ઘર-આંગણે જ કલ્પતરુ ઊગ્યા છે એ ધનાર્થી શા માટે જંગલમાં લાકડાં કાપવા જાય અને તેનો ભારો ઊંચકી લાવીને જગત્ના બજારમાં ધૂમ તાપે વેચવા ઊભો રહે !
(१८) नातिप्रहर्षश्च न वा विशिष्टा निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । रतिर्न वा स्वादरसक्रियादौ समाहितानामणुशल्यरूपा ।।१३७।। અર્થ : પૌદ્ગલિક પદાર્થ પ્રત્યે મુનિઓને એવો કોઈ હર્ષ ઊભરાઈ જતો નથી, ન તો એમને પ્રતિષ્ઠા પામવાની કોઈ લત જાગતી, નથી તો એ સ્વાદરસની ક્રિયાઓના કદી લંપટ બનતા, કેમકે તે સમાધિસ્થ મુનિવરો જાણે છે કે પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે.
(१९) रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाच्चकोराः ।।१३८ ।। અર્થ : જે મુનિવરોનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન થાય તો પણ જરાય અરતિ-વ્યાકુળતા ઉત્પન્ન થતી નથી.
જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની ગયું છે અને તેમાં જ તરબોળ રહે છે તેને નાનકડો અગ્નિકણ મોંમાં આવી જાય તો તેથી શું તે વ્યાકુળ થઈ જશે ? ના, નહિ જ.
(२०) क्लेशेषु शीतातपतृड्बुभुक्षादिकेषु वेद्योदयकल्पितेषु ।
शान्ताः समाधिप्रतिसंख्ययैव त्यजन्ति ये रत्यरती स्तुमस्तान् । । १४० ।।
નનનનનનનનનનનન
*******
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૬૩