________________
પણ જ્યારે સમાધિભાવ સિદ્ધ થાય છે ત્યારે આ બે ય કર્મ સ્પષ્ટરૂપે
માત્ર એકરૂપ થઈ જાય છે. બન્નેય માત્ર પુદ્ગલરૂપે જણાય છે. (८७) फलैकल्पे भुवि पुण्यपापे न सङ्गिरन्ते व्यवहारमत्ताः ।
समाधिभाजस्तु तदेकभावं जानन्ति हैमाय सम्बन्धनीत्या ।।२२६।। અર્થ : વ્યવહારનયમાં આસક્ત થયેલા આ ધરતીના જીવો, જીવને
બાંધનારા હોવાથી ફલતઃ પુણ્ય અને પાપ એક જ સ્વરૂપ હોવા છતાં તેવું માનવાને તૈયાર થતા નથી. જ્યારે સમાધિસ્થ મહાત્માઓ તો તે બને ય કર્મોને બેડીના એક જ સ્વરૂપમાં જુએ છે. ભલે પછી તે બેડી
સોનાની હોય કે લોખંડની હોય. (८८) पुण्यस्य पापस्य च चिन्त्यमानो न पारतन्त्रस्य फलस्य भेदः ।
समाहिताः पुण्यभवे सुखेऽपि दुःखत्वमेव प्रतियन्ति तेन ।। २२७।। અર્થ : “પુણ્ય અને પાપ' એમ ભેદથી ભલે વિચાર કરાતો હોય પણ
સમાધિસ્થ આત્માને તો તેમાં કાંઈ ભેદ જણાતો નથી, કેમકે બન્ને ય કર્મો જીવને બંધાઈને પરતત્ર તો બનાવે જ છે. આમ આ પારતન્યનું ફળ તો બે ય આપે છે પછી બન્ને એક જ થઈ ગયા ને ! વળી કોઈ કહે કે, “પાપનું ફળ દુ:ખ છે, જ્યારે પુણ્યનું ફળ સુખ છે માટે ફળભેદથી ભેદ તો થયો જ ને?” તો તે પુણ્ય પણ વસ્તુતઃ તો
દુ:ખ જ છે. (८९) रम्यं सुखं यद्विषयोपनीतं नरेन्द्रचक्रित्रिदशाधिपानाम् ।
समाहितास्तज्ज्वलदिन्द्रियाग्निज्वालाघृताहुत्युपमं विदन्ति ।। २२८ ।। અર્થ : નરેન્દ્રો, ચક્રવર્તીઓ કે દેવેન્દ્રોનો ભોગવિષયોના સંગથી ઉત્પન્ન
થતો જે રમ્ય ભોગસુખનો અનુભવ કહેવાય છે તે હકીકતમાં તો ભડકે બળતી ઈન્દ્રિયોની અગ્નિજ્વાળાઓમાં હોમાતા ઘી બરોબર
છે. આ કથન સમાધિમાન મુનિરાજોનું છે. (९०) समाहितस्वान्तमहात्मनां स्यात् सुखेऽप्यहो वैषयिके जिहासा ।
को वा विपश्चिन्ननु भोक्तुमिच्छन्मिष्टान्नमप्युग्रविषेण युक्तम् ।।२२९ ।। અર્થ : સમાધિસ્થ ચિત્તવાળા મુનિ ભગવંતોની ચિત્તસ્થિતિ તો જુઓ.
H-1+નનનનન+નનનન+નનનનન+નનનન+નનનન+નનનન+નનનનનનનનનનનનનનનનનHનનનનનનનનન+નનનનનન---
૮૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨