________________
અર્થ : અરે ! મારા તેઓને અંજલિબદ્ધ પ્રણામ !
અરે ! હું તેઓની સેવા કરું જે આત્માઓએ તારી આજ્ઞાઓના અમૃતરસ વડે પોતાની જાતને સતત સીંચતા રહીને અહર્નિશ પવિત્ર રાખી છે !
(२४) भुवे तस्यै नमो यस्यां तव पादनखांशवः ।
चिरं चूडामणीयन्ते ब्रुमहे किमतः परम् ||८||
અર્થ : ઓ મારા નાથ ! તને તો મારા પ્રણામ છે જ, પરન્તુ મારા તો તે ધરતીને ય પ્રણામ છે જ્યાં આપના ચરણો પડ્યા હતા અને તે વખતે જ્યાં આપના નખમાંથી વહેલાં તેજિકરણો મુગટની જેમ શોભતા હતા !
આથી અધિક તો શું કહું ?
(२५) जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ।। ९ ।। અર્થ : હે પતિતપાવન ! બસ, એટલું જ કહીશ કે,
હું તારા અગણિત ગુણોની મનોહરતામાં વારંવાર આસક્ત બની જાઉં છું, માટે મારો જન્મારો સફળ બની ગયો છે, હું ધન્ય બની ગયો છું, કૃતકૃત્ય થઈ ગયો છું.
સોળમો પ્રકાશ
(૨૬) ત્વમ્મતામૃતપાનોત્યા કૃતઃ શમરસોર્યયઃ ।
પરાન્તિ માં નાય ! પરમાનન્દ્રસમ્બલમ્ ||૧|| इतश्चानादिसंस्कारमूर्च्छितो मूर्च्छयत्यलम् । रागोरगविषावेगो हताशः करवाणि किम् ? ।। २।। અર્થ : હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતનું પાન કરતાં મારા હૈયામાં ઉપશમરસના એવા તરંગો ઉત્પન્ન થઈ જાય છે કે જે તરંગો મને પરમાનન્દ સ્વરૂપ મોક્ષની સંપત્તિ પ્રાપ્ત કરાવી દે તેમ છે. પરન્તુ કાશ ! હે ભગવંત ! બીજી બાજુ મારા અનાદિકાલીન ગાઢ
૯૬
+--++1+++1+6+1+1+1-11-1111 1111111 111111111111 111111-111-111-1111+1+IIIIIIIIIII+1+1=151જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨