________________
આચરણ કર્યું હોય ઃ (૧) બિલકુલ આચરણ કરવા લાયક ન હોય તેવું (૨) બિલકુલ અનિચ્છનીય ગણાય તેવું પાપાનુબંધી પાપ, પછી તે :
સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, મનનું હોય, વાણીનું હોય કે કાયાનું હોય, કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોઘું હોય, રાગથી, દ્વેષથી કે મોહભાવથી સેવ્યું હોય, આ જન્મમાં કે જન્માંતરમાં, તે અવશ્યમેવ નિન્દા કરવા લાયક છે, તે અવશ્યમેવ દુષ્કૃત-સ્વરૂપ છે, તે અવશ્યમેવ છોડી દેવા જેવું છે.
આ વાત મારા એકાંતે કલ્યાણમિત્ર એવા ગુરુભગવંતના વચનથી મેં જાણી છે.
એ વાત એ જ રીતે બરોબર છે એમ મને શ્રદ્ધાથી હૈયામાં રુચી ગયું છે. આથી :
હું અરિહંતદેવ અને સિદ્ધ ભગવંતની સમક્ષ એવા મેં કરેલાં સર્વ પાપોની નિંદા કરું છું.
આ મારા પાપો દુષ્કૃતસ્વરૂપ હોવાથી બેશક ત્યાજ્ય છે.
આ દુષ્કૃતગ દ્વારા મારા એ બધા ય પાપો મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.
પ્રણિધાન-શુદ્ધિ :
હોઉ મે એસા સમ્મ ગરિહા, હોઉ મે અકરણનિયમો, બહુમય મમેકં તિ, ઇચ્છામો અણુસદ્ધિ, ૧. અરિહંતાણ, ભગવંતાણં ૨. ગુરુર્ણ કલ્યાણમિત્તાણં તિ, હોઉ મે એએહિ સંજોગો, હોઉ મે એસા સુપત્થણા, હોઉ મે ઈત્ય બહુમાણો, હોઉ મે ઈઓ મુખબીએ તિ, પત્તસુ એએસ અહં સેવારિયે સિઆ, આણારિહે સિઆ, પડિવત્તિજુરે સિઆ, નિરઈઆરપારગે સિઆ....
આ મેં મારા દુષ્કતોની જે ગઈ કરી તે મારા અંતરના સાચા ભાવથી થાઓ, એટલું જ નહિ પરંતુ દુષ્કૃત મારા જીવનમાં ફરી ક્યારેય પ્રવેશ ન પામે તેવો અકરણનિયમ મને સિદ્ધ થાઓ. આ બન્ને બાબતોનું મારે મન ઘણું મોટું મહત્ત્વ છે. એથી તે બને મને ખૂબ ઇષ્ટ છે.
આ માટે હે અરિહંત ભગવંતો ! અને કલ્યાણમિત્ર ગુરુ ભગવંતો ! આપ મને વારંવાર) હિતશિક્ષા આપો. એ માટે મને વારંવાર તેમનો યોગ પ્રાપ્ત થાઓ.
૧૧૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨