________________
અર્થ : ઓ માવું મારું લલાટ ! જેણે પૂર્વે તને કદી પ્રણામ કર્યો નથી તેવું
બિચારું તારી કૃપાને પાત્ર! અરે ! એટલું જ નહિ પણ જે બિચારું અપૂજ્યો અને અસેવ્યોને અનેકવાર પ્રણામો કરી નાંખવાની કારમી ભૂલ પણ કરી બેઠું ! મ ન અપરાધી મારા લલાટને તારી આગળ બસ આળોટ્યા જ કરવાં છે. ધરતી ઉપર ઘસ્યા જ કરવા દે. ભલે તેને ઉઝરડાય પડી જાય. અરે! એ ઉઝરડાઓની રેખાઓ જ તેના પાપનું પ્રાયશ્ચિત્ત
બની રહેશે ! (५३) मम त्वदर्शनोद्भूताधिरं रोमाञ्चकण्टकाः ।
नुदन्तां चिरकालोत्थामसदर्शनवासनाम् ।।४।। અર્થ : ઓ મારી વહાલી મા! જ્યારે પણ હું તારું દર્શન પામું છું ત્યારે મારા
સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં એકી સાથે ઊભા થઈ જાય છે અને તે ય કેટલી ય ક્ષણો સુધી! હે મા ! અનાદિકાળથી મારા આત્મામાં જડ કરી ગયેલી જે મિથ્યાત્વની વાસના છે તેનો જડમૂળથી આ વારંવાર ઊભા થઈ જતા
રોમાંચનાશ કરી નાંખનારા બની જાય તો કેવું સુંદર ! (५४) त्वद्वक्त्रकान्तिज्योत्स्नासु निपीतासु सुधास्विव ।
मदीयैर्लोचनाम्भोजैः प्राप्यतां निर्निमेषता ।।५।। , અર્થ : બસ, મા ! હવે તો એક જ ઈચ્છા છે કે તારા મુખની કાન્તિના
અમૃતશા કિરણોને મારા ચક્ષુરૂપી કમળો હવે પીવા લાગ્યા છે તો તે કિરણોના પાનમાં નારા તે ચક્ષુઓ મટકું પણ મારો મત. બસ.. મટકું ય માર્યા વિના એકીટશે તે મુખકાન્તિનું પાન મારી
આંખો કર્યા જ કરે. (५५) त्वदास्यलासिनी नेने त्वदुपास्तिकरौ करौ ।
त्वद्गुणश्रोतृणी श्रोत्रे भूयास्तां सर्वदा मम ।।६।। અર્થ : અને સાથે સાથે બીજી પણ વાત કે જેમ મારી બે આંખો તારા
મુખદર્શનમાં જ લાલસુ બને તેમ મારા બે હાથ તારી પૂજા કરવામાં
૧૦૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨