________________
અર્થ : એટલે હવે ચિન્તામણિના દષ્ટાન્તથી એમ સ્પષ્ટ લાગે છે કે મોક્ષ
વગેરે ફળો પામવા માટે સ્વામીને રીઝવવાની કોઈ જરૂર નથી. તે રીઝે તે માટે અનેક પ્રકારની દીનતાઓ દેખાડવાની પણ કશી જરૂર નથી. આવી દીનતા દૂર કરીને માત્ર તારી આજ્ઞાનું જે સંસારી જીવો પાલન કરે તે બધા કર્મરૂપી પિંજરમાંથી સર્વથા મુક્તિ પામી જાય એ વાત અત્યંત સ્પષ્ટ બની જાય છે.
વીસમો પ્રકાશ (५०) पादपीठलुठन्मूर्ध्नि मयि पादरजस्तव ।
चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ।।१।। અર્થ : ઓ મા ! તારા પાદપીઠ ઉપર અનેક વાર મારું મસ્તક આળોટવા
લાગી જાય છે. તે વખતે તારા ચરણોની ત્યાં પડેલી રજકણો જોઈને મને એવી ઈચ્છા થાય છે કે હવે આ બડભાગીના જો ખરેખર પુણ્ય જાગ્યા છે તો તે પુણ્યના પરમાણુ-કણ જેવી તે રજકણો બસ, મારા
લલાટે સદા માટે ચોટેલી જ રહો. (५१) मदृशौ त्वन्मुखासक्ते हर्षबाष्पजलोमिभिः ।
अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं क्षणात्क्षालयतां मलम् ।।२।। અર્થ : હાય ! પૂર્વે તો મારી બે આંખોએ ન જોવા જેવું કેટલું જોઈ નાખ્યું?
અને તેથી કેટલો બધો કર્મમળ એકઠો કરી લીધો? પણ ભલે... જે થયું તે ખરું ? હવે ઓ મા ! એ જ મારી બે આંખો તારા મુખનું દર્શન કરવામાં આસક્ત બની ગઈ છે ! તું જ જો, તારું દર્શન પામી શકવા બદલ તે આંખોમાંથી હર્ષના આંસુઓના જલતરંગો વહી રહ્યા છે. તો હે મા ! મારી હવે એક જ ઈચ્છા છે કે એ જલતરંગો વડે મારા
પેલા કર્મમળોનું હમણાં જ ધોવાણ થઈ જાઓ ! ધોવાણ થઈ જાઓ ! (५२) त्वत्पुरो लुठनैर्भूयान्मद्भालस्य तपस्विनः ।
कृतासेव्यप्रणामस्य प्रायश्चित्तं किणावलिः ।।३।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
૧૦૩