________________
જ લીન રહે અને મારા બે કાન તારા ગુણોનું જ સર્વદા શ્રવણ
કરનારા થાય. (५६) कुण्ठाऽपि यदि सोत्कण्ठा त्वद्गुणग्रहणं प्रति ।
ममैषा भारती तर्हि स्वस्त्येतस्यै किमन्यया ।।७।। અર્થ : હે મા ! મને ખબર છે કે મારી વાણીયાં ત્યાં સ્નેલના પામનારી
છે, પણ તેથી શું? જ્યારે તે તારા ગુણોને ગાવા માટે જ ઉત્સુક બની ગઈ છે તો ભલે ને તેમ જ થતું. હા ! જરૂર તેમ કરવામાં જ તેનું
કલ્યાણ થાઓ. બીજાના ગુણ કે કીર્તનથી તેને શો લાભ? (५७) तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किङ्करः ।
ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रुवे ।।८।। અર્થ: ઓ પ્યારી મા ! બસ, હવે આગળ કશું જ નહિ બોલું. આ મારી
છેલ્લી વાત છે. તેમાં જ મારા જીવનમરણની સંભાવના છે. તે છેલ્લી વાત એ છે કે હું નિશ્ચિતપણે તારો ચાકર છું, દાસ છું, સેવક છું, નોકર છું. પણ તું મને એ વાતનો જવાબ દે કે તે મને ચાકર તરીકે, દાસ તરીકે સેવક તરીકે, નોકર તરીકે સ્વીકાર્યો છે ખરો ને? હે મા ! તું આ વાતમાં મને હા કહે. રે ! માથું હલાવીને મને સંમતિ આપ. (જો આમ નહિ થાય તો મારે પ્રાણત્યાગ કરી દેવો પડે.) ઓ મા ! કહે, કહે હું તારો દાસ પણ તું મારો સ્વામી ખરો ને ! તારી
હા માં મારું જીવન ! તારી ના માં મારું મોત ! (५८) श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः ।
कुमारपालभूपाल: प्राप्नोतु फलमीप्सितम् ।।९।। અર્થ : શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ રચેલા વીતરાગસ્તવથી જે પુણ્યકર્મનો
સંગ્રહ થયો હોય તેના બળે ગૂર્જરેશ્વર કુમારપાળ પોતાને ઈચ્છિત મોક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરો. કેવી અનુપમ ભાવના ગુરુની કે પોતાને મળેલા પુણ્યથી શિષ્યના મોક્ષની માંગણી !
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
૧૦૫