________________
અર્થ : ખરેખર તો હે વીતરાગ ! તારી અષ્ટપ્રકારી વગેરે પૂજા કરવા કરતાં ય તારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ ઉત્કૃષ્ટ વાત છે.
તારી આરાધેલી આજ્ઞાઓ મોક્ષ માટે બને છે અને વિરાધેલી આજ્ઞાઓ સંસારભ્રમણ માટે બને છે.
(૪૬) સામિયનાજ્ઞા તે તૈયોપાવેયોઘરા ।
आश्रवः सर्वथा हेयः उपादेयश्च संवरः । ५॥
અર્થ : હે અશરણશરણ ! સદા કાળ માટે આપ કૃપાળુદેવની આજ્ઞા ત્યાગ કરવા લાયક શું છે ? અને સ્વીકાર કરવા લાયક શું છે ? એ સંબંધમાં જ રહી છે.
આપ કૃપાળુએ ફરમાવ્યું છે કે જે આશ્રવ છે તે સર્વથા ત્યાજ્ય છે અને જે સંવર છે તે સર્વથા સ્વીકાર્ય છે.
(४७) आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् ।
इतीयमाईती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् || ६ ॥
અર્થ : જે આશ્રવ તે સંસારકારણ.
જે સંવર તે મોક્ષકારણ.
હે અરિહંત ! આપે પ્રરુપેલું દ્વાદશાંગીનું વિશાળ જ્ઞાન આ બે જ વાક્યોમાં સમાઈ જાય છે. જાણે કે મુઠ્ઠીમાં મેરુ સમાઈ ગયો. આ સિવાયનું તમામ જ્ઞાન, વિજ્ઞાન એ આ મુષ્ટિજ્ઞાનનો જ વિસ્તાર
છે.
(૪૮) નૃત્યાત્તરાધનપરા નન્તા: પરિનિર્વત્તા: 1
निर्वान्ति चान्ये क्वचन निर्वास्यन्ति तथाऽपरे ।। ७ ।। અર્થ : જેઓને આજ્ઞાનું આ વિધિ-નિષેધ સ્વરૂપ સમજાયું અને જેઓ તેની આરાધનામાં તન્મય બની ગયા તે અનંત આત્માઓ સંસારનો પાર પામીને મોક્ષે ગયા, તેવા કેટલાક હાલ પણ મોક્ષ પામી રહ્યા છે અને બીજા અનંતાત્માઓ ભવિષ્યમાં અવશ્ય મોક્ષ પામશે.
(४९) हित्वा प्रसादनाद् दैन्यमेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते जन्मिन: कर्मपञ्जरात् ॥८॥
૧૦૨
1111111-111-1111+નનનન+નનનન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨