________________
(३९) क्षमयामि सर्वान् सत्वान् सर्वे क्षाम्यन्तु ते मयि ।
मैत्र्यस्तु तेषु सर्वेषु त्वदेकशरणस्य मे ।। ६ ।।
અર્થ : (એ શરણ સ્વીકાર્યા બાદ) હું સર્વ જીવોની સાથે મારા થયેલા અપરાધો બદલ ક્ષમા માંગું છું. તે જીવો મને ક્ષમા આપે તેવી આશા રાખું છું.
મારે તે સર્વ સાથે હવે મૈત્રીભાવ છે, કેમકે હવે હું (સર્વના મિત્ર એવા) તારા શરણને જ વર્યો છું.
(४०) एकोऽहं नास्ति मे कश्चित् न चाहमपि कस्यचित् । त्वदङ्घ्रिशरणस्थस्य मम दैन्यं न किञ्चन ।। ७ ।।
અર્થ : કે ઈશ ! આ વિશ્વમાં હું એકલો છું. મારું કોઈ નથી. કોઈનો ય હું નથી. ખેર, પણ તેથી મને મનમાં જરાય ઓછું આવી જતું નથી, કેમકે મેં તારું શરણ સ્વીકાર્યું છે, તારો હાથ ઝાલ્યો છે.
(४१) यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् ।
तावन्मयि शरण्यत्वं मा मुञ्च शरणं श्रिते ।। ८॥ અર્થ : કે જગદાધાર ! માત્ર તારી કૃપાથી જ મળી શકતી મોક્ષ-પદવીને હું જ્યાં સુધી પ્રાપ્ત ન કરું ત્યાં સુધી મારી તને એક જ પ્રાર્થના છે કે તારા શરણને આશ્રિત બનેલા મારા વિષયમાં તને શરણાગત ઉપરની વત્સલતાનો જે ભાવ છે તેને તું કદી છોડીશ નહિ, જવા દઈશ નહિ. જો આ તારી વત્સલતા મારી ઉપર જીવંત રહ્યા કરશે તો મારો બેડો પાર થશે.
ઓગણીસમો પ્રકાશ
(४२) तव चेतसि वर्त्तेऽहमिति वार्त्ताऽपि दुर्लभा ।
मच्चित्ते वर्त्तसे चेत् त्वमलमन्येन केनचित् ॥ १ ॥
અર્થ : હે વીતરાગ ! તું સર્વથા રાગ વિનાનો ! એટલે તારા ચિત્તમાં મારો વાસ થાય તે વાત તો સ્વપ્નમાં અસંભવિત છે.
પણ સબૂર ! હું તો રાગવાળો છું ને ! તો મારા ચિત્તમાં તારો વાસ
HHHHHHHHHHHHHHHH
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૦૦