________________
અર્થ : હે કૃપાલુ! હું ઘણા તીર્થોમાં ફર્યો છું હોં! અને ત્યાર પછી જ તે બધા
તીર્થો (તારકો)માં મેં આપને જ સાચા તારક (તીર્થ) તરીકે જોયા છે. અને તેથી જે... તે પછી જ... મેં આપ કૃપાલુના ચરણોને પકડ્યા
તો હે દેવ ! હવે મને છોડી ન દઈશ પણ તું મને તારજે, જરૂર
તારજે. (૩ર) મવત્રિાનેવામિતી પ્રપિતો મુવમ્ |
औदासीन्येन नेदानीं तव युक्तमुपेक्षितुम् ।।८।। અર્થ: હે મા ! આજ સુધીમાં સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને માનવજીવન
સુધીની જે ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાઓને હું પામ્યો છું તે તારી જ કૃપાથી શક્ય બન્યું છે. તો હવે થોડાક માટે મારી તરફ ઉદાસીન બની જઈને મારી ઉપેક્ષા
ન કરીશ, નહિ તો પાછો હું બેહાલ થઈ જઈશ. (૩૩) જ્ઞાતા તાત ! ત્વમેવ સ્વંત્તો નાચઃ પર: |
नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठ: ।।९।। અર્થ : તે તરણતારણહાર ! આ જગતમાં આપ એક જ સાચા સર્વજ્ઞ છો.
વળી આપ જેવો દયાળુ પણ આ જગતમાં બીજો કોઈ નથી. વળી ઓ સર્વજ્ઞ ! આપના જ્ઞાનમાં આપ જોઈ રહ્યા છો કે મારા જેવો દયાપાત્ર બીજો કોઈ નથી. તો કરવા યોગ્ય કાર્યોમાં કુશળ હે પ્રભુ! હવે મારા માટે આપને જ યોગ્ય લાગે તે કરો.
સત્તરમો પ્રકાશ (३४) स्वकृतं दुष्कृतं गर्हन् सुकृतं चानुमोदयन् ।
नाथ ! त्वच्चरणौ यामि शरणं शरणोज्झितः ।।१।। અર્થ : હે નાથ ! હું મારા દુષ્કતોની નિંદા-ગહ કરું છું.
હે પ્રભુ ! હું જગતના સુકૃત્યોની હાર્દિક અનુમોદના કરું છું.
૯૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨