________________
(૮) તૈયાઽપિ શ્રદ્ધાનુ થોડ, નોવાલમ્યઃ સ્થપિ । विशृङ्खलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥ ८ ॥ અર્થ : ગમે તેમ હો...
પણ હું તો હે પરમપિતા ! તારી શ્રદ્ધાથી ઘેલો બનેલો છું, પાગલ છું ! તારી સ્તવના તો કરીને જ રહીશ અને તેમાં સ્ખલનાઓ થશે તો ય હું શિષ્ટ લોકોના ઠપકાને પાત્ર નહિ જ બનું, કેમકે શ્રદ્ધાઘેલા આત્માની ઢંગધડા વિનાની પણ વાક્યરચનાઓ સુંદર જ જણાતી હોય છે.
નવમો પ્રકાશ
(૧) ચત્રાત્ત્વેનાઽપિ જાત્તેન ત્યદ્મવત્તેઃ પમાયતે । कलिकालः स एकोऽस्तु कृतं कृतयुगादिभिः ।। १॥
અર્થ : હે પરમપિતા ! જ્યાં થોડા જ કાળ માટે પણ કરેલી આપની ભક્તિનું ફળ મળી જાય છે તે કલિકાળ જ અમારે તો ઇચ્છવા લાયક બની જાય છે.
પેલા સત્યુગનું અમારે શું કામ ? જ્યાં ઘણી ભક્તિ પછી જ ફળ મળે !
(१०) सुषमातो दुःषमायां कृपा फलवती तव ।
मेरुतो मरुभूमौ हि श्लाध्या कल्पतरोः स्थितिः ।। २ ।। અર્થ : હે ત્રિભુવનપતિ ! જ્યાં ઘણા બધા પુણ્યાત્માઓ ધર્મ કરતા જોવા મળે છે એવા સુષમાકાળમાં મળતી આપની કૃપા કરતાં જ્યાં કોક જ પુણ્યાત્મા ધર્મ કરતો જોવા મળે તેવી સ્થિતિવાળા દુઃષમાકાળમાં મળી જતી આપની કૃપા તો અત્યંત વધુ મૂલ્યવંતી કહેવાય અને ફલવતી બની જાય.
અનેક ઘટાદાર વૃક્ષોથી શોભતી મેરૂપર્વતની ભૂમિ કરતાં એક પણ વૃક્ષ વિનાની મરૂભૂમિમાં રહેલું કલ્પવૃક્ષ વધુ પ્રશંસનીય છે. (૧૬) શ્રાદ્ધ: શ્રોતા સુધીર્વવત્તા મુખ્યવાતાં વીશ ! તત્ ।
त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ।।३।।
૯૨
•+111111111111111111111+IIIII-11111111111111111-111-111-1-1-1-I-1-1-1-11-11-1-1
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨