________________
અર્થ :
ઈશ ! કોણ કહે છે કે આજના હળાહળ કલિકાલમાં આપનું ધર્મશાસન એકછત્રી બનીને વિજયવંતુ બની શકતું નથી ? જો ધર્મશ્રવણને કરનારા શ્રોતાઓ તારી આજ્ઞાના પૂરા શ્રદ્ધાળુ બની જાય અને જો ધર્મશાસ્ત્રો ઉપર વ્યાખ્યાન કરનારા મુનિઓ સ્વ-પરશાસ્ત્રો પર ઠોસ જાણકા૨-ગીતાર્થ-બની જાય તો....
(૧૨) યુન્તરેડપિ ચેન્નાથ ! મવન્સુદ્ઘતા હતાઃ | वृथैव तर्हि कुप्यामः कलये वामकेलये || ४ ॥
અર્થ : અરે ! સત્યુગ વગેરે સુંદર ગણાતા યુગોના કાળમાં પણ હે નાથ ! ગોશાલક વગેરે જેવા ઉશ્રૃંખલ, લુચ્ચા પુરુષો થયા જ છે તો પછી વાંકી જ રમતો રમવાના સ્વભાવવાળા કળિયુગના વાંકા લોકોને જોઈને તે કળિયુગ ઉપર અમે નકામો ગુસ્સો ઠાલવી રહ્યા છીએ. (१३) कल्याणसिद्ध्यै साधीयान् कलिरेव कषोपलः ।
विनाग्निं गन्धमहिमा काकतुण्डस्य नैधते ॥ ५॥
અર્થ : રે ! આ કલિકાલ જ અમારે તો ખૂબ સારો છે, જે કસોટીના પત્થર જેવો છે, જેનાથી અમારા સુકૃતો રૂપી સુવર્ણની પરીક્ષા થઈ શકે છે. અગરુ ધૂપ જેવા ઉત્તમ કોટિના ધૂપના ગંધની મસ્તીનો ફેલાવો તો તે અગ્નિમાં ફેંકાય ત્યારે જ થાય ને ?
(१४) निशि दीपोऽम्बुधौ द्वीपं मरौ शाखी हिमे शिखी ।
कलौ दुरापः प्राप्तोऽय त्वत्पादाब्जरजःकणः ।।६।। અર્થ : ગાઢ અંધકારમાં જેમ દીપક મળી જાય, તોફાની સમુદ્રમાં જેમ બેટ મળી જાય, ભેંકાર મરુભૂમિમાં જેમ વૃક્ષની છાયા મળી જાય, કડકડતી ટાઢમાં જેમ અગ્નિનું તાપણું હાથ લાગી જાય તેમ ઓ જગદીશ ! આ કળિયુગમાં ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા તારા ચરણકમલના રજકણ અમને જડી ગયા છે !
ધન્ય, ધન્ય અમારું જીવન !
(१५) युगान्तरेषु भ्रान्तोऽस्मि त्वद्दर्शनविनाकृतः ।
नमोऽस्तु कलये यत्र त्वद्दर्शनमजायत ।। ७॥
11111-111-1
++++++++++++HHHH
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
૯૩