________________
(११४) स्त्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्या: ।
दृढप्रहारिप्रमुखाः समाधिसाम्यावलम्बात् पदमुच्चमापुः ।।२५८ ।। અર્થ: સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાના પાપો કરીને જેમણે
અધઃપતનની ખાઈઓ તરફ પોતાનું મોં કરી દીધું એવા દઢપ્રહારી વગેરે પાપાત્માઓ પણ જો તે જ ભવમાં મુક્તિપદને પામી ગયા
હોય તો તેમાં એક જ કારણ હતું, સમતાનું ઉત્કૃષ્ટ આલંબન. (११५) कथा यथार्थेव मता मुनीन्द्रैर्वैराग्यहेतुः किल कल्पिताऽपि ।
यत्पुण्डरीकाध्ययनं द्वितीये प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् ।।२६६ ।। અર્થ : વૈરાગ્યના રસની છોળો ઉડાડતી કથા કદાચ કલ્પિત હોય તો પણ તે
યથાર્થ જ છે. એ વાત ગીતાર્થ મુનિવરોને સર્વથા માન્ય છે. જુઓને, બીજા આચારાંગ નામના અંગમાં જે પુંડરીક અધ્યયન છે તે કલ્પિત અર્થવાળું જ છે ને ?
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૮૯