________________
(११०) षट्खण्डसाम्राज्यभुजोऽपि वश्या यत्केवलश्रीर्भरतस्य जज्ञे ।
न याति पारं वचसोऽनुपाधिसमाधिसाम्यस्य विजृम्भितं तत् ।। २५४ ।। અર્થ : ખંડના સામ્રાજ્યના જે નાથ હતા તે ભરતને પણ કૈવલ્યલક્ષ્મી વશ થઈ ગઈ ! આ કેવી આશ્ચર્યજનક વાત છે ? સાધુજીવનના સ્વીકાર વિનાના આ રાજવી હતા હોં !
પણ આ આશ્ચર્ય તે સમાધિની સમતાએ જ સર્જ્યું છે. કશી ય ઉપાધિ વિના સિદ્ધ થતાં સમતાના આશ્ચર્યો વચનથી અગોચર છે. (१११ ) अप्राप्तधर्माऽपि पुरादिमार्हन् माता शिवं यद्भगवत्यवाप ।
समाधिसिद्धा समतैव हेतुस्तत्रापि बाह्यस्तु न कोऽपि योगः ।। २५५ ।। અર્થ : પૂર્વે સમસ્ત ભવચક્રમાં કે તે ભવમાં પણ ચારિત્રધર્મ જેમણે પ્રાપ્ત કર્યો નથી એ પ્રથમ તીર્થંકરદેવના ભગવતી માતા મરૂદેવાએ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી લીધી એમાં બાહ્ય કોઈપણ ધર્મયોગ તો હતો જ નહિ. હા, આંતર-સમતા એ જ આ સિદ્ધિમાં હેતુ છે. (११२) समाधिसाम्यास्तवपुर्ममत्वाः मत्वा स्वभावं धृतशुद्धसत्त्वाः ।
न सेहिरेऽर्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्दकसूरिशिष्याः ।। २५६ ।। અર્થ : સમાધિની સમતાથી જેમણે શરીરની મમતાનો નાશ કરી નાંખ્યો, જેમણે સ્વ-ભાવને જ માન્ય કર્યો, જેમણે શુદ્ધ સત્ત્વને ધારણ કર્યું તે સ્કન્દકસૂરિજીના પાંચસો શિષ્યો જ્યારે તીક્ષ્ણ યંત્રમાં પીલાયા ત્યારે તેમણે જે અતિ ભયંકર પીડાને સહન કરી તેમાં એકની એક સમતા જ કારણ ન હતી શું ? સમતાને સિદ્ધ કર્યા વિના આવી ઉગ્ર પીડા શું સહી શકાત ?
( ११३) लोकोत्तरं चारुचरित्रमेतद् मेतार्यसाधोः समतासमाधेः । हृदाप्यकुप्यन्न यदार्द्रचर्मबद्धेऽपि मूर्धन्ययमाप तापम् ।। २५७ ।। અર્થ : અહો ! તે સમતાસમાધિના સ્વામી મેતાર્ય ભગવંતનું કેવું લોકોત્તર ચિરત્ર કે માથા ઉપર બાંધેલું ભીનું ચામડું તાપથી તડતડી ઊઠીને ખોપરી તોડવા લાગ્યું તો ય હૈયામાં ય ક્યાંય ક્રોધની ચિનગારી પણ ન પ્રજ્વળી.
IIIIIIIIIIIIIIIllll
11111111111111111111111 IIIIIIIIIII+11<1<1<1<1+II+X જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૮૮