________________
(१०२) सुजातरूपास्तपनीयवच्च भारक्षमा एव वसुन्धरावत् ।
ज्वलत्त्विषो वह्निवदुल्लसन्ति समाधिसाम्योपगता मुनीन्द्राः । । २४५ ।। અર્થ : હે ભિક્ષુઓ ! સુવર્ણ જેવું આપનું જન્મજાત તેજ છે, પૃથ્વીનો ભાર વહન કરવાની આપનામાં તાકાત છે, અગ્નિ જેવા તણખા ઝરતું આપનું ઉલ્લસિત સ્વરૂપ છે.
સમાધિના સામ્યના સ્વામીઓ ! હે મુનીન્દ્રો ! આપને લાખ લાખ વંદન !
( १०३) गजाश्च सिंहा गरुडाश्च नागा व्याघ्राश्च गावश्च सुरासुराश्च । तिष्ठन्ति पार्श्वे मिलिताः समाधिसाम्यस्पृशामुज्झितनित्यवैराः । । २४६ । । અર્થ : જે સમાધિના સામ્યરસને પીને પચાવી શકે છે એમની એ પરમસમતાથી આંદોલિત થયેલા વાયુમંડળમાં આવી ગયેલા જનમના વૈરી કે હિંસક જીવો-હાથી, સિંહ, ગરુડ, વાઘ, ગાય, દેવો અને દાનવો-એકબીજાની બાજુમાં ભારે પ્રેમથી બેસી જાય છે. એ વખતે હિંસા કે વૈર એ તો એમનું કોક ભવનું સોણલું બની જાય છે. (१०४) चरीकरीति प्रशमं समाधिसाम्यस्पृशां दृग्लहरी जनानाम् ।
पान्थस्य किं पद्मसरःसमीरस्तापं न निर्वापयितुं क्षमः स्यात् ।। २४७ ।। અર્થ : જો કમળે ઢંકાએલા સરવરીઆને સ્પર્શીને જતો પવન પણ (માત્ર સરોવર નહિ) મુસાફરના થાકને દૂર કરી દેતો હોય તો સામ્યભાવને આત્મસાત્ કરી ચૂકેલા મહામાનવોના નિર્મળ નયનોની અમીઓની લહરીઓ જ્યાં પડે તે લોકોના ચિત્તમાં પ્રશમના ઉછાળા કેમ ન ઊભા કરી શકે ?
( १०५) जना मुदं यान्ति समाधिसाम्यजुषां मुनीनां मुखमेव दृष्ट्वा । चन्द्रेक्षणादेव चकोरबालाः पीतामृतोद्गारपरा भवन्ति ।। २४८ ।। અર્થ : સમાધિભાવમાં મસ્તાન રહેતાં મુનિવરોના મુખને જોતાં ય ભવ્યાત્માઓના ચિત્તમાં આનંદ આનંદ છાઈ જાય છે.
ચન્દ્રને જોવા માત્રથી ચકોર પક્ષીના બચ્ચાં કેવા આનંદવિભોર બની જાય છે ? કેમ જાણે અમૃત પીધું હોય અને તેનો ઓડકાર ન આવી ગયો હોય ?
41llllllllllllllllllllllllllll
૮૬
*******--*-*-*-*-*-*-*-*-*-*-*-*
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨