________________
(१०६) समाधिसाम्यादुदितान्मुनीनां हर्षप्रकर्षो वचनाद् भवेद् यः ।
गुरुत्वमत्येति महानिधानलाभेनसार्धं तुलितोऽपि नायम् ।।२४९ ।। અર્થ : સમાધિની સમતા ઉદય પામી જાય છે એવા મુનિના વચનશ્રવણથી
મુનિઓના ચિત્તમાં જે હર્ષ ઊભરાઈ જાય છે તે એટલો બધો ભારેખમ હોય છે કે જગતના ઘણા મોટા નિધાનના લાભથી ઉત્પન્ન થતાં હર્ષ સાથે પણ જો એની તુલના કરવામાં આવે તો તેનાથી પણ વધુ ગુરુતાવાળો સાબિત થાય. મહામુનિનું વચન એટલે નિધાનનું પણ
નિધાન... ક્યાંથી એ ઝટ મળે ? (१०७) अपेक्षितान्तःप्रतिपक्षपक्षैः कर्माणि बद्धान्यपि जन्मलक्षैः ।
प्रभा तमांसीव रके क्षणेन समाधिसिद्धा समता क्षिणोति ।। २५१ ।। અર્થ : અપેક્ષિત બની ગયો છે અંદરના શત્રુઓનો પક્ષ જેને એવા લાખો
જન્મોથી બાંધેલા કર્મોને પણ સમાધિથી સિદ્ધ બનેલા મહાત્માઓની સમતા એક જ ધડાકે સાફ કરી નાંખે છે. સૂર્યની પ્રભા એક જ ઝાટકે
અંધકારના સમૂહને ખતમ કરી જ નાંખે છે ને? (१०८) संसारिणो नैव निजं स्वरूपं पश्यन्ति मोहावृतबोधनेत्राः ।
समाधिसिद्धा समतैव तेषां दिव्यौषधं दोषहरं प्रसिद्धम् ।। २५२ ।। અર્થ : બિચારા સંસારી જીવો મોહદશાના પડળો આંખે ચડી જવાના કારણે
પોતાનું અનોખું સ્વરૂપ કદી જોઈ શકતા નથી. જ્યારે એ અનોખા સ્વરૂપને દેખાડી દેતું દોષહર દિવ્ય ઔષધ સમાધિમાન મહાત્માઓ
પાસે છે. એનું નામ જ સમતા. (१०९) बबन्ध पापं नरकैकवेद्यं प्रसन्नचन्द्रो मनसाऽप्रशान्तः ।
तत्कालमेव प्रशमे तु लब्धे समाधिभृत् केवलमाससाद ।। २५३ ।। અર્થ : નારકના તીક્ષ્ણ દુઃખોથી જ ભોગવી શકાય એવું પાપકર્મ અપ્રશાન્ત
બની જઈને પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ મનથી બાંધી નાંખ્યું. પણ જ્યાં તેઓ પ્રશમભાવના શરણે ગયા કે તરત તે સમાધિસ્થ મહાત્માએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
કેવો અદ્ભુત છે પ્રશમનો મહિમા. **********l+Hii+Hiti************************+Hit+++++++++I+H+11+++++++++++++++HHitit જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા)
૮૭