________________
જોયાને બેહાલ ભોગસુખોના ! કેવા વામણા લાગે છે યોગીના સુખ પાસે ?
(९४) नूनं परोक्षं सुरसद्मसौख्यं मोक्षस्य चात्यन्तपरोक्षमेव ।
प्रत्यक्षमेकं समतासुखं तु समाधिसिद्धानुभवोदयानाम् ।। २३५ ।। અર્થ : રે ! સ્વર્ગના વિમાનોના સુખની તો શું વાત કરવી ? આંખે દેખાતાં જ નથી જ્યાં... અને મોક્ષના સુખની ય શી કથા હોંશે હોંશે માંડવી ? અત્યંત દૂર જઈને એ પડ્યા છે ત્યાં...
આ ધરતી ઉપર જ સાવ પ્રત્યક્ષ છે સમતાનું સુખ. એની જ વાત કરો ને ?
સમાધિથી સિદ્ધ કરી ચૂકેલા અનુભવના જીવંત સ્વામીઓની પાસે જ તૈયાર છે એ સમતા-સુખ.
( ९५ ) प्राणप्रियप्रेमसुखं न भोगास्वादं विना वेत्ति यथा कुमारी । समाधियोगानुभवं विनैवं न वेत्ति लोकः शमशर्म साधोः ।। २३७ ।। અર્થ : એક કુમારિકા કન્યા પ્રાણથી પણ અધિક પ્રિય પ્રણયસુખ ભોગવ્યા વિના તો સમજી શકતી નથી.
લોકો પણ સમાધિસ્થ મુનિના સમાધિયોગનો અનુભવ કર્યા વિના સમાધિના એ અનુપમ સુખને શી રીતે કલ્પી પણ શકે ? એ તો જે પામે તે જ સમજે.
(९६) ज्ञातं शिवं धर्मपदं समाधेः शमोदयादेकमपि प्रदत्ते ।
भूयोऽपि नार्थप्रतिभासमात्रं ज्ञानं हितं स्यादसमाहितानाम् ।। २३९ ।। અર્થ : ચિત્તમાં સમતાનો ઉદય થઈ ગયા પછી તો એક જ શબ્દ પણ સમાધિના ધર્મસ્થાનમાં મોક્ષને આપી શકે છે. અને જો એ સમતાનો ઉદય થયો નથી તો શાસ્ત્રોના શાસ્ત્રોનું જ્ઞાન મળી જાય તો ય એ જ્ઞાન માત્ર અર્થપ્રતિભાસ રૂપ બની જાય. એવું જ્ઞાન શિવપદ આપી શકે નહિ.
૮૪
(९७) स्त्रैणे तृणे ग्राणि च काञ्चने च शत्रौ च मित्रे भवने वने च । भवे च मोक्षे समतां श्रयन्तः समाधिभाजः सुखिनो भवन्ति ।। २४० ।।
1111111111111111111111111111111111llllllllllllllllllllllll!!!!!!!!!!!! +++++14++++++-14જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨