________________
સુંદરમાં સુંદર દેખાતા વૈયિક સુખોને પણ તેઓ તરછોડવાની જ સ્થિતિમાં સદા હોય છે.
વાત પણ કેટલી સાચી છે ? કેમકે તાલપુત્રં ઝેરથી મિશ્રિત કરેલા સુંદરમાં સુંદર મિષ્ટાન્નને ખાવાની કોઈપણ શાણો સજ્જન ઈચ્છા ન જ કરે.
(९१) अनेकयत्नैर्विषयाभिलाषोद्भवं सुखं यल्लभते सरागः ।
समाधिशाली तदनन्तकोटिगुणं स्वभावाल्लभते प्रशान्तः ।। २३१ ।। અર્થ : એક સરાગી આત્મા લાખો પ્રયત્નો કરીને વિષયવાસનાથી ઉત્પન્ન થયેલું જે સુખ અનુભવે છે તેનાથી અનંત ગુણ સુખ તદ્દન સહજ રીતે પ્રશાન્ત અને સમાધિસ્થ મહાત્મા મેળવી લે છે.
(९२) ज्ञानी तपस्वी परमक्रियावान् सम्यक्त्ववानप्युपशान्तिहीनः ।
:
प्राप्नोति तं नैव गुणं कदापि समाहितात्मा लभते शमी यम् ।। २३३ ।। અર્થ : એક સમાધિસ્થ શમી આત્મા જે આંતર-સૌન્દર્યને પામી શકે તે સૌન્દર્યને અસમાધિમાં ઊકળતો આત્મા કદી ન પામી શકે, પછી ભલે ને તે ગમે તેવો મહાન્ જ્ઞાની હોય, ઉગ્ર તપસ્વી હોય, શુદ્ધ ક્રિયાનો કરનારો હોય અને સમ્યગ્દષ્ટિ હોય.
(१३) सुरासुराणां मिलितानि यानि सुखानि भूयो गुणकारभाञ्जि । समाधिभाजां समतासुखस्य तान्येकभागेऽपि न संपतन्ति ।। २३४ ।। અર્થ : ઓ ભોગસુખના ઝાંઝવા-જળે ભૂલા પડેલાઓ ! જરા સાંભળતા જાઓ. સઘળા દેવો અને અસુરોના સઘળા ય સુખોને ભેગા કરો. ચાહે તે આંકડાઓથી તે સુખોનો ગુણાકાર કર્યા જ કરો. હજી ગુણાકાર કર્યા જ કરો. ભલે ઘણો જંગી આંકડો આવે, ચિંતા નહિ. હવે જુઓ મજા.
પણ સમાધિસ્થ મહાત્મા સમતાનું જે સુખ અનુભવે છે એ હવે નજરમાં લાવો. આની પાસે તો પેલું ભોગસુખ એક અંશ જેટલું ય થતું નથી !
+++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓·↓·↓·↓·↓·↓·↓·↓·↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
<3