________________
બુદ્ધિ વડે એ આત્મા પાપકર્મોનો પ્રક્ષાલક હોય છે. (८३) विज्ञातभूयोभवसिन्धुदोषो वैराग्यरङ्गामृतवासितात्मा ।
गाम्भीर्यसिन्धुर्जगतोऽपि बन्धुर्मुक्तः पराशाभिधनागपाशात् ।। २२२ ।। અર્થ : સમાધિમાન મુનિએ સંસારસાગરના ભયંકર દોષોને વારંવાર
આંખેઆંખ જોયા હોય છે, એથી જ એમનું અંતર વિરક્તિના અમૃતરંગે ઝબોળાઈને એકરસ થયું હોય છે. ગંભીર સાગરશા એ મહાત્મા વિશ્વમિત્ર બને છે. પરસ્પૃહાના
નાગપાશથી તો એ સર્વદા અસ્પષ્ટ જ રહે છે. (८४) आसक्तिमानात्मगुणोद्यमेऽन्यकथाप्रसङ्गे बधिरान्धमूकः ।
क्रियासहस्राऽसुलभं लभेत निर्ग्रन्थमुख्यं स्वदयाविलासम् ।।२२३।। અર્થ : અહો ! જે મુનિરાજ આત્માના ગુણોની પ્રાપ્તિના ઉદ્યમમાં ગળાબૂડ
ડુબેલા રહે છે, પારકી વાતોના પ્રસંગમાં જે બહેરા, અંધા અને મૂંગા બની જાય છે તે સમાધિસ્થ મુનિને હજારો પુરુષાર્થે પણ ન મળે તેવો નિર્ચન્થજીવનના સર્વસ્વ સમો સ્વદયાનો વિરાટ પ્રકાશ પ્રાપ્ત થઈ
જાય છે. (८५) विकल्पहीनां स्वदयां वदन्ति वैकल्पिकीमन्यदयां बुधास्ताम् ।
तत्रादिमोक्ता किल मोक्षहेतुः परा पुनः स्वर्गसमृद्धिदात्री ।। २२४ ।। અર્થ : સ્વદયા એકાન્ત હિત કરનારી છે, એના હિતમાં બીજો કોઈ વિકલ્પ
નથી. જ્યારે પરદયામાં હિતનો વિકલ્પ છે, પરદયાથી પરનું હિત થાય પણ ખરું અને ન પણ થાય. પહેલી સ્વદયા મોક્ષને અપાવનારી છે, જ્યારે બીજી પદયા તો સ્વર્ગાદિના અભ્યદયને આપનારી છે.
સ્વદયા અખૂટ નિર્જરાકારિણી છે, પરદયા વિપુલ પુણ્યબંધકારિણી છે. (८६) रक्षामि जीवानिति हृद्विकल्पपुण्याय हन्मीति च पातकाय ।
तत्पुण्यपापद्वितयञ्च भाति समाधिसिद्धौ स्फुटमेकरूपम् ।।२२५ ।। અર્થ : “હું જીવોની રક્ષા કરું એવો હૃદયનો વિકલ્પ પુણ્યબંધ કરાવે છે. હું
જીવોને હણું” એ વિકલ્પ પાપકર્મબંધ કરાવે છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા)
૮૧