________________
અને મોક્ષ વિના સુખ નથી.
(७६) यद्द्रव्यदेहोपधिभक्तपानाधिकारकं शौचमशुद्धिहानात् ।
આ
समाधिनीरेण कृतं तदेव पावित्र्यबीजं प्रयतात्मनां स्यात् ।। २०९ । અર્થ : પ્રશમરતિ ગ્રન્થમાં દશવિધ યતિધર્મમાં શૌચની વાત કરતાં શુદ્ધ નિર્દોષ આહાર-પાણી, ઉપધિ વગેરેના ઉપયોગને શૌચ કહ્યું છે. ઉપયોગરૂપ શૌચ જો સમાધિના જલથી અશુદ્ધિના ત્યાગપૂર્વક કરવામાં આવે તો પ્રયત્નશીલ આત્માને પવિત્રતાનું મૂળ બીજ બની જાય છે. એટલે નિર્દોષ પ્રવૃત્તિ પણ જો સમાધિયુક્ત ન હોય તો તે નકામી છે, કર્મમળનું પ્રક્ષાલન કરનારી બની શકતી નથી.
(७७) त्यक्त्वाऽऽश्रवान् पञ्च निरुद्ध्य पञ्चेन्द्रियाणि हत्वा चतुरः कषायान् । दण्डत्रयीजित् सुसमाधिरेति द्राक् संयमं सप्तदशप्रकारम् ।।२१० ।। અર્થ : સમાધિસ્થ મહાત્મા પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે છે, ચાર કષાયોને મૃતપ્રાયઃ કરે છે, ત્રણ દંડ ઉપર વિજય મેળવે છે. આમ શીઘ્રમેવ સત્તર પ્રકારના દુષ્કર સંયમને પણ તે મહાત્મા પ્રાપ્ત કરે છે.
(७८) समाहितो बन्धुधनाक्षशर्मत्यागात् परित्यक्तभयप्रवाहः ।
नित्यं परित्यक्ततनुश्च रागद्वेषौ त्यजेत्त्यागगुणान्महात्मा ।। २११ ।। અર્થ : સકળ વિશ્વને પીડતા રાગ-દ્વેષના અધ્યવસાયો ઉપર સમાધિમાન્ મહાત્મા શી રીતે વિજય મેળવે છે તે જાણો છો ? સાંભળો. ભાઈ, ધન, ઇન્દ્રિયો વગેરેના સુખોનો ત્યાગ કરી દઈને તેઓ સર્વથા ભયની ભયંકર પરંપરાથી મુક્ત થઈ જાય છે. વળી જે દેહ સાથે જ છે તેનો પણ ચિત્ત સાથેનો સંબંધ તોડી નાંખીને દેહપીડાઓથી અલિપ્ત બની જાય છે.
આમ ભોગસાધનોનો ત્યાગ કરી દઈને તેઓ રાગ ઉપર વિજય મેળવી જાય છે.
સામગ્રીત્યાગનો જે રાગી તે સામગ્રીના રાગનો ય ત્યાગી.
******************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
20