________________
ભગવંત સાથે એક બની જાય છે. ધ્યાન દ્વારા તેમની સાથે એક્તા
અનુભવે છે. (७२) स्फुटीभवत्याप्तवचोविमर्शात्तद्वासनासङ्गतधर्मतो वा ।
क्षमादिरूपोऽपि दशप्रकारो धर्मः समाधौ परिपाकभाजी ।।२०५।। અર્થ : આપ્ત પુરુષોના વચનોના પરામર્શથી અથવા તો તે વચનોના
સ્વાધ્યાયથી ઉત્પન્ન થતાં સંસ્કારોથી અથવા તેનાથી સંગત થતાં ધર્મથી જ્યારે તે સમાધિભાવ પરિપાક પામે છે ત્યારે ક્ષમાદિસ્વરૂપ દશ પ્રકારનો ધર્મ એ સમાધિસ્થ મુનિઓના આત્મામાં પ્રકાશ બનીને
પ્રસરી જાય છે. (७३) धर्मस्य मूलं हि दया दयायाः क्षमेति सञ्चिन्त्य भवन्ति सन्तः ।
कृतापराधेऽपि न कोपभाजः क्षमा समाधानशमाभिरामाः ।।२०६।। અર્થ : ધર્મનું મૂળ જ દયા છે અને દયાનું મૂળ ક્ષમા છે. આમ વિચારીને સંત
પુરુષો અપરાધી ઉપર પણ ક્રોધ કરતા નથી. વંદન હો તે સંતોને, જેઓ ક્ષમાના સ્વભાવની સહાય લઈને ચિત્તનું સમાધાન કરી લે છે અને તેથી પરમ શાંતિ પામીને મનોહર જીવનના
સ્વામી બને છે. (૭૪) TI વિના નો વિનયં વિદ્ સમર્વયે નો વિનયપ્રતિ |
अनुन्नतानिश्रितनिर्निदाना: समाहिता मार्दवशालिनः स्युः ।। २०७।। અર્થઃ “વિનય વિના ગુણો નથી અને મૃદુતા વિના ક્યારેય વિનય પ્રાપ્ત
થતો નથી. એટલે જ સમાધિસ્થ મહાત્માઓ સદા નમ્ર, નિયાણા
વિનાના જીવનની નિશ્રાવાળા અને મૂદુસ્વભાવી હોય છે. (७५) नानार्जव: शुद्ध्यति नाप्यशुद्धो धर्मे स्थिरो धर्ममृते न मोक्षः ।
सुखं न मोक्षाच्च विनेति साधुः समाधिमानार्जवमभ्युपैति ।।२०८ ।। અર્થ : સમાધિસ્થ મહાત્મા આટલા બધા સરળ શાથી હોતા હશે ?
આ રહ્યો તેનો જવાબ. તેઓ બરોબર જાણે છે કે ઋજુતા વિના આત્મશુદ્ધિ થતી નથી, અશુદ્ધ આત્મા ધર્મમાં સ્થિર થઈ શકતો નથી, ધર્મ વિના મોક્ષ નથી
૭૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨