________________
આધુનિક સમાધિસ્થ મહાત્માઓને આવા સુંદર વિચારો આવે છે. (६४) परस्य चाटुक्रियया किलाप्ताद्वाल्लस्यकान्माद्यति यः स्वचित्ते ।
समाधिहीनो विगमे स तस्य वाल्लभ्यकस्यातुलशोकमेति ।।१९०।। અર્થ : સમાધિભાવ વિનાના રાંકડાની દશા તો જુઓ.
બીજાઓ એની ખુશામત કરે એટલે એ માની લે છે કે, “હું લોકપ્રિય બની રહ્યો છું. આથી તેનામાં અભિમાન આવી જાય છે. પણ જ્યાં એ ખુશામતખોરીનો ધબડકો થાય છે અને એ ઉપરથી પોતાની લોકપ્રિયતામાં મોટી ઓટ આવ્યાનું અનુમાન કરે છે કે તરત
પોક મૂકીને રોવા લાગે છે. (६५) श्रुतस्थितेषितुषस्य वार्ता श्रीस्थूलभद्रस्य च विक्रियायाः ।
श्रुत्वा श्रुतं दर्पभिदेव लब्ध्वा न तेन दृप्यन्ति समाधिभाजः ।।१९१ ।। અર્થ : શાસ્ત્રોમાં આવતી શ્રીમાષતુષ મુનિની વાર્તાને અને શ્રીસ્થૂલભદ્રજીની
શ્રતવિક્રિયાને જાણ્યા પછી તો એ શ્રુત મદને ઓગાળી નાંખનારું જ બને તેમાં શી નવાઈ છે ? આવા શ્રુતને પામ્યા પછી સમાધિસ્થ
મહાત્માઓના અંતરમાં અહં પ્રગટે જ ક્યાંથી? (६६) प्रज्ञामदाद् वादमदाच्च पृथ्यां योऽन्यं जनं पश्यति बिम्बभूतम् ।
मौनीन्द्रमार्गादसमाहितात्मा भ्रश्यन्नधः कर्मगुरुः स याति ।। १९२ ।। અર્થ : પોતાની બુદ્ધિના જોરે કે તર્કશક્તિના જોરે જગતના અન્ય જીવોને જે
માણસ બુધ્ધ માને છે એ અસમાધિસ્થ આત્મા ભગવાન્ જિનેશ્વરોના માર્ગે ચડ્યો હોય તો પણ ત્યાંથી પડીને, કર્મથી ભારે થઈને
દુર્ગતિઓમાં ચાલ્યો જાય છે. (६७) कुमारतायौवनवार्धकादीनुच्चत्वगौरत्वमृदुत्वमुख्यान् ।
स्वस्मिन् गुणान् को वपुषोऽधिरोप्य समाहितोऽहङ्कुरुते मनस्वी ।। १९६।। અર્થ : આ તો બધા શરીરના જ ગુણો છે ને? કૌમાર્ય, યૌવન, વાર્ધક્ય,
ઉચ્ચત્વ, ગૌરવ, મૃદુત્વ વગેરે... તો પછી કયો સમાધિસ્થ મનસ્વી આત્મા એ ગુણોને પોતાના આત્મામાં આરોપે? અને એવો ખોટો અહંકાર કરે ?
૭૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨