________________
નથી. સંસારનો ત્યાગ કરીને પણ જો તે ગૃહસ્થના જેવું જીવન જીવે
તો કાંઈ સંસારનો પાર ન પામી શૌય. (५७) प्राप्ताः स्वयं कर्मवशादनन्ता जातीभवावर्तविवर्तमानाः ।
विज्ञाय हीनोत्तममध्यमाः कः समाधिभाग जातिमदं विदध्यात् ।। १८२।। અર્થ : આ સંસારસાગરના વમળોમાં પલટાતી જતી અનન્તી જાતિઓ જીવે
સ્વયં કર્મવશાત્ પ્રાપ્ત કરી. હવે બીજાની જાતિ હીન કે મધ્યમ છે અને પોતાની જાતિ ઉત્તમ છે એમ કહીને કયો સમાધિમાનું મહાત્મા
આવો જાતિમદ કરે ! (५८) विनाशशीले कलुषेन पूर्णे जरारुजां सद्मनि नित्यसेव्ये ।
रूपेऽस्तु का शोणितशुक्रबीजे मदावकाशः सुसमाधिभाजाम् ।।१८४।। અર્થ : સુંદર સમાધિના સાધક મુનિ ભગવંતોને પુણ્યયોગે સુંદર રૂપ પ્રાપ્ત
થયું હોય તો ય તેમને તેનું અજીર્ણ થતું નથી, કેમકે તેઓ એ રૂપના સ્વરૂપને નખશીશ જાણતા હોય છે. તેઓ જાણે છે કે આ કાયાનું રૂપ : (૧) સડન-પડનના સ્વભાવવાળું છે, (૨) મેલ-મલિનતાઓથી ખદબદેલું છે, (૩) ઘડપણનું અને રોગોનું ઘર છે, (૪) હંમેશ મરામત માંગનારું છે, (૫) લોહી
વીર્યના ગંદા તત્ત્વોમાંથી ઉત્પન્ન થયેલું છે. (५९) उपस्थिते मृत्युबले बलेन समाधिभाग माद्यति नो बलेन ।
आसाद्य चारित्रबलस्य निष्ठां संसारकोटीमरणापहीम् ।।१८५।। અર્થ: બળમદ : જોરથી મૃત્યુનું સૈન્ય આવીને ઊભું રહી જાય ત્યારે પણ
પોતાના આધ્યાત્મિક બળોના અભિમાનમાં સમાધિમાનું મહાત્મા ફાટી જતા નથી. કોડો મૃત્યુઓનું નિવારણ કરી દેવાને સમર્થ ચારિત્રધર્મરાજના સૈન્યની તાકાત મળી છે તો ય તે બળનું અજીર્ણ સંભવે જ ક્યાંથી? આવું અજીર્ણ મૃત્યુના ઉપસ્થિત થતાં બળ સામે કદાચ પરાજય પમાડી દે.
७४
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨