________________
અર્થ : મેલથી ઊભરાઈ ગયેલા શરીર તરફ શુદ્ધ સમાધિમાનું મહાત્માને
જુગુપ્સા થતી નથી. અનિષ્ટ આપદા આવે તો એ ઉદ્વેગ પામતા નથી કે અપ્રશસ્તભાવનો યોગ થાય તો તેમની આંખો ત્યાં મીંચાઈ જતી
નથી. તેમને સુંદર-અસુંદરમાં સમદષ્ટિ છે. (५०) न मूत्रविष्ठापिठरीषु रागं बध्नन्ति कान्तासु समाधिशान्ताः ।
अनङ्गकीटालयतत्प्रसङ्गमब्रह्मदोर्गन्ध्यभिया त्यजन्ति ।।१७५ ।। અર્થ : ઓ સમાધિસ્થ ભગવન્! મળ-મૂત્રે ભરેલી કુંડી જેવી નારી પ્રતિ
આપને રાગ તો જાગતો જ નથી, પરંતુ કામદેવના ગંદા કીટાલયના સ્પર્શથી પણ-અબ્રહ્મની બદબૂના ત્રાસથી-આપ સદા દૂર રહો છો.
વંદન હો, આપના સત્ત્વને ! (५१) स्मिताच्छपुष्पाधरपल्लवश्रीविशालवक्षोजफलाभिरामाम् ।
दृष्ट्वाऽपि नारी न समाहितात्मा मुह्येद्विदस्तां विषवल्लीरूपाम् ।।१७६ ।। અર્થ : વિશ્વની આંખે નારી એ સ્મિતના સ્વચ્છ પુષ્પોને વેરતી, ઓષ્ઠના
પલ્લવની શોભા ધરાવતી, વિશાળ સ્તનના ફળોથી શોભતી દેખાય છે. પણ સબૂર ! આવી નારીને જોવા છતાં સમાધિસ્થ મુનિને લેશ પણ મુંઝારો થતો નથી. રે ! એની જ્ઞાન-આંખે તો એ નારી વિષની વેલડી
જ દેખાય છે. ત્યાં મુંઝારાનો સવાલ જ ક્યાં રહ્યો? (५२) कुचद्वये चन्दनपङ्किले च स्मितप्रवाहे च मृगेक्षणानाम् ।
येषां न चेतः स्खलितं समाधेर्नामापि तेषां दुरितानि हन्ति ।। १७७ ।। અર્થ : અહો ! અહો ! તે મુનિઓને વંદન હો જેમના નામનું પુનિત સ્મરણ
પણ અમારા પાપોનો નાશ કરી નાંખે છે. ચંદનથી ચર્ચિત બનેલા મૃગાક્ષીના બે સ્તનોને સહસા જોવા છતાં, વિકારની છોળો ઉડાડતાં તેના માદક હાસ્યને જોવા છતાં આપના ચિત્તની સમાધિનું લેશ માત્ર પણ ખુલન થઈ જતું નથી. વંદન, લાખ લાખ વંદન !
૭૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨