________________
(५३) कटाक्षबाणैः सदृशां समाधिवर्मावृता ये खलु नैव विद्धाः ।
प्राप्ताः स्वयं ते भवसिन्धुपारमन्यानपि प्रापयितुं समर्थाः ।।१७८ ।। અર્થ : હે સમાધિસ્થ મુનિવર ! રૂપવતી રમણીઓના કામુક કટાક્ષોના
બાણોથી પણ આપનું હૃદય વીધાતું નથી, કેમકે આપે સમાધિનું બન્નર પહેરી લીધું છે. આપના જેવા મુનિવરો જ આ ભવ-સિન્ધનો પાર પામી શકે. એટલું જ નહિ પણ અન્ય જીવોને પણ તારવાનું સામર્થ્ય આપના જેવા
મુનિવરોમાં જ હોઈ શકે. (५४) अहं ममेति प्रथमानबुद्धिर्बध्नाति काण्यसमाहितात्मा ।
तस्यैव नाहं न ममेति बुद्धिर्बन्धप्रमोक्षाय समाधिकाले ।।१७९ ।। અર્થ : બિચારો અસમાધિસ્થ આત્મા ! “હું અને મારું ના વિચારોના
વર્ધમાન વમળોમાં જ ફસાયેલો રહે છે અને કાળા કર્મો બાંધ્યા કરે
આ જ આત્મા જો સમાધિભાવમાં આવી જાય અને “ન દેહ હું, ન દેહાદિ મારા ના ચિંતનમાં લાગી જાય તો બંધાયેલા કર્મો છૂટવા
લાગી જાય. (५५) यो ब्राह्मण: क्षत्रियदारको वा तथोग्रपुत्रोऽपि च भोगपुत्रः ।
गृहीतदीक्षः परदत्तभोजी गोत्राभिमानी न समाहितोऽसौ ।।१८०।। અર્થ : બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, ઉગ્રકુળનો કે ભોગકુળનો નબીરો હોય,
તેણે દીક્ષા પણ લીધી હોય અને બીજાએ દીધેલા અનાજ ઉપર પેટગુજારો કરી લેતો હોય, પણ જો તે પોતાના ગોત્રનો મિથ્યાભિમાની હોય તો એની બધી બાજી ધૂળમાં છે. એવો પણ ઊંચો આત્મા
સમાધિમાનું કહેવાય નહિ. (५६) न तस्य जाति: शरणं कुलं वा विद्यां चरित्रं च विना कदापि ।
करोति निष्क्रम्य स गेहिचर्यां भवेद् भवाब्धेस्तु न पारदृश्वा ।।१८१।। અર્થ : જેની પાસે સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર્ય નથી તેવા સાધુ કાંઈ
ઊંચી જાતિ કે ઉચ્ચ કુળના હોય તેથી કાંઈ તેમનું ગૌરવ વધી જતું જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા)
૭૩